________________
- બ્રાહ્મણે કહ્યું કે આપના જેવી સ્વરૂપવંતી સ્ત્રી મેં
ક્યાંય જોઈ નથી, માટે આપ સૌન્દર્યની યાચના ન કરે, સત્યભામાએ કહ્યું કે આપના વિનયપૂર્વકના વચનેને હું આદર કરૂં છું. પણ આપની વિદ્યા દ્વારા મને અદ્દભૂત રૂપવંતી બનાવવા કૃપા કરે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે પ્રથમ આપને કદરૂપા બનવું પડશે, તેણીએ બ્રાહ્મણની વાતને સ્વીકાર કર્યો, અને કહ્યું કે પ્રથમ હું શું કરું? તે વારે બ્રાહ્મણે કહ્યું કે માથાના વાળ કપાવીને આખા શરીરે કાળી મેશ લગાડવી અને શીવેલા જીર્ણ વને પહેરવાથી જ આપ અનુપમ સૌદર્યવંત બની શકશે. સત્યભામાએ બ્રાહ્મણના કહેવા મુજબ બધું જ કર્યું.
ત્યારબાદ બ્રાહ્મણે કહ્યું કે ભદ્ર! હું ઘણું જ ભૂખે છું. માટે મને મારી વિઘા સ્કુરતી નથી, સત્યભામાએ આવેશમાં આવીને રસોયાને કહ્યું કે આ બ્રહ્મદેવને તાકીદે શ્રેષ્ઠ ભેજન કરાવે, તે વારે બ્રાહ્મણે કહ્યું કે જ્યાં સુધી હું ભજન કરીને પાછો આવું નહિ ત્યાં સુધી આપશ્રી કુલદેવતાની સામે “રૂડુવડું “રૂડુવડુ આ પ્રમાણે મન્ટને જાપ કરે, તેણીએ તે પ્રમાણે કરવા માંડયું. બ્રાહ્મણે ભજન કરતા પિતાની વિદ્યાશક્તિથી તમામ રસોઈ ખવાસ કરી, સત્યભામાથી ગભરાતી રસોયણ બાઈઓએ પાણી લાવીને આપ્યું. ભેજનથી નિવૃત્ત થવાનો સંકેત કર્યો, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું હજુ પણ ભૂખ્યો જ છું; માટે જ્યાં મારા ઉદરની તૃપ્તિ થશે ત્યાં જઈશ.