________________
૧૭૩
પિતાના અને પૂત્રે નકુલ અને સહદેવ “કુંતી'ને. સુપ્રત કરી, માદ્રી પણ મૃત્યુ પામી, યુધિષ્ઠિર રાજાએ નીતિપૂર્વક રાજ્ય કરવા માંડ્યું. ભીમાદિ ચારે ભાઈએએ તેમની આજ્ઞાનું પાલન કર્યું. રાજ્ય લેભી ધૃતરાષ્ટ્ર પૂત્ર દુર્યોધનાદિ કીરએ પાંડનું અપમાન કરવાની શરૂઆત કરી, અંતરમાં દુષ્ટ ભાવનાને ધારણ કરતાં કૌર બહારથી સરળતાને દેખાવ કરતા હતા.'
મન્નિઓને પિતાના પક્ષમાં લઈને પાંડવોને જુગારમાં પ્રવૃત કર્યા, જુગારથી નલરાજાની વિષમ સ્થિતિને જાણવા છતાં પણ દુષ્કર્મના પ્રભાવથી જુગારમાં પ્રવૃત પાંડને હરાવ્યા. પાંડેએ સપ્તાંગ રાજ્યને દાવમાં મૂક્યું. તેમાં પણ પાંડ હાર્યા, અંતે દ્રૌપદીને પણ દાવમાં મૂકી, દ્રૌપદીને પણ હારી ગયા, ભાગ્યની ગતિ વિચિત્ર છે.
સભામાં સર્વે રાજાઓની સામે દુર્યોધને શ્રીમતી દ્રૌપદીના માથાના વાળ પકડીને ખેંચી, એટલું જ નહીં પણ વસ્ત્રની ગાઠ છેડીને સભામાં નગ્ન કરવાની દુષ્ટ ભાવનાથી વસ્ત્ર ખેંચવાની દુર્યોધને શરૂઆત કરી, સત્યનિષ્ઠ રાજા યુધિષ્ઠિરે આ બધું જ સહન કર્યું. પણ દુર્યોધનની દુષ્ટ પ્રવૃત્તિ જે દ્રૌપદીને ભરસભામાં નગ્નાવસ્થા પ્રાપ્ત કરાવવાની હતી તે ભીમાદિ ચાર ભાઈને સહન ન. કરી શક્યા.
ઘણા રાજાઓએ શ્રી દ્રૌપદીને છોડી દેવા માટે દુર્યોધનને સમજાવ્યું, પણ દુર્યોધન સમજે નહિ ત્યારે.