________________
૧૭૧
વાસગૃહમાં રેશમી ચાદરવાળા, ચંપાના પુપથી મહેકી રહેલા પલંગ ઉપર જઈને બેઠે.
શ્રેષ્ઠિ પૂત્રી સુકુમાલિકાએ જેવો પિતાનો હાથ અડકાડયો ત્યાં જ ભિખારીનું અંગ બળવા લાગ્યું. મનમાં વિચાર કરવા લાગ્યો કે નામથી સુકુમાલિક છે પણ સ્પર્શથી અંગને આગ લગાડનારી છે. માટે આને ધિક્કાર છે. થોડા સમય માટે પણ આને સ્પર્શ કરીશ તો અગ્નિમાં ઘીની જેમ વિલીન થઈ જઈશ, આ પ્રમાણે વિચારીને ભિખારી ત્યાંથી ભાગે. કે જેને પહેરગીર પણ પકડી શક્યો નહી. વિલાપ કરતી પુત્રીને પિતાએ પૂર્વ કર્મને દેષ બતાવીને સાત્ત્વનું આપ્યું, હીંમત આપી, દાન, ધ્યાન અને તપનું આરાધન કરી, ઘરમાં રહી કર્મોનો ક્ષય કરવાનું કહ્યું. એ પ્રમાણે સમય પસાર થવા લાગ્યો, એક વખત આર્યા ગોવાલિકા આહાર લેવા માટે આવી, તેણે ધર્મ શ્રવણ કરાવ્યો. વિરાગ્ય વાસિત સુકુમાલિકાએ તેની પાસે દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠ, અક્રમાદિ તપની આરાધના કરતી વિચારવા લાગી કે સૂર્ય સામે દ્રષ્ટિ કરીને એક દિવસ ગુરૂને પૂછયું કે હું આ ઉદ્યાનમાં આતા પના કરીશ.
તેણીને નિષેધ કરવા છતાં એકલી સુકુમાલિકાએ ઉદ્યાનભૂમિમાં આતાપના શરૂ કરી, ત્યાં અનેક પુરૂષેથી સેવાતી દેવદત્તા નામની વેશ્યાને આવેલી જેઈ સુકુમાલિકા સાધ્વીએ નિયાણું કર્યું કે “તપના પ્રભાવથી દેવદત્તાની જેમ મને પણ પાંચપતિની પ્રાપ્તિ થાવ' અંગ, વસ્ત્ર,