________________
- ૧૭૦
જેવાથી અત્યંત દુઃખી થઈ, અને જેમ તેમ રાત્રી પસાર કરી, પ્રાતઃકાળમાં પતિ-પત્ની માટે દાતણ પાણી લઈને સુભદ્રાએ મેકલાવેલી દાસીએ એકલી સુકુમાલિકાને રડતી. જોઈ તેણીએ આવી સુભદ્રાને વાત કરી, સુભદ્રાએ શ્રેષ્ટિને વાત કરી, શ્રેષ્ટિએ જઈને સાર્થવાહને ઠપકો આપ્યો.
એકાંતમાં જિનદત્તે પૂત્રને પૂછયું કે આદરપૂર્વક ગ્રહણ કરેલી સુકુમાલિકાને તે ત્યાગ તેમ કર્યો, વત્સ ! તું શ્રેષ્ઠિને ત્યાં જા, કેમકે તે તેને મારી સામે અને મેં સજજનોની સામે સ્વીકાર કર્યો છે. ગુણસાગરે કહ્યું કે પિતાજી! હું અગ્નિમાં આનંદથી પ્રવેશ કરી શકુ છું.
પરંતુ અગ્નિથી પણ અધિક ભયંકર પ શ્રેષ્ઠિ-- પૂત્રીને સહન નથી કરી શકતે, દીવાલની પાછળથી શ્રેષ્ટિએ બધી વાત સાંભળી, જમાઈની આશા છોડીને ઘેર આવી પૂત્રીને કહ્યું કે હે પૂત્રી ! સાર્થેશ પૂત્ર તારાથી વિરક્ત છે. હું તારા માટે બીજે પતિ શોધી લાવીશ, તું દુઃખ લગાડીશ નહિ, શ્રેષ્ટિએ પિતાના માણસો દ્વારા પૂત્રીને માટે ચગ્ય વરની તપાસ કરાવી, ભાગ્યવશાત્ એક દિવસ મહેલના ઉપર બેઠેલા શેઠે જીર્ણ વસ્ત્ર ધારણ કરેલા, મોઢા ઉપર માખીઓ બણબણતી હતી, એવા એક ભિક્ષુકને જે, શેઠે તેને બેલાવી, સ્નાન કરાવી, ચંદનને લેપ કરાવી, ભેજન કરાવી કહ્યું કે વત્સ ! હું તને મારી પુત્રી આપું છું. તું તેની સાથે દેવની જેમ અભિલાષિત કીડા કર, તે સાંભળી આનંદિત બનેલે ભિક્ષુક રાત્રીએ