________________
૧૭૭
મારી માતા છે, હું આપને પુત્ર છું; માટે અનુચિત કાર્યનું પરિણામ હંમેશા સુખદ નહિ પણ દુઃખદ આવે છે.
આ સાંભળી તેણુએ પૂર્વ વૃતાન્ત કહીને જણાવ્યું કે હું તારી માતા નથી, અને તું મારે પુત્ર પણ નથી, ફરીથી ઉપભેગની પ્રાર્થના કરવા લાગી. પ્રધુને કહ્યું કે મને તારા પુત્રને તથા તારા સ્વામિને ડર (બીક) લાગે છે. ત્યારે કનકમાલાએ ગૌરી તથા પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ આપીને કહ્યું કે હવે તું નિર્ભય બનીને મારી ઈચ્છા પૂર્ણ કર.
પ્રદ્યુમ્ન ફરીથી બહાનું કાઢીને કહેવા લાગ્યું કે પહેલાં તું મારી માતા હતી, પણ હવે તે તું મારી ગુરૂણ બની ગઈ છે. માટે હવે તે ખાસ કરીને કોઈપણ પાપ કર્મને માટે તારે મને કહેવું નહી જોઈએ, આ પ્રમાણે કહીને કૃષ્ણપૂત્ર તેને છોડી નગરની બહાર કલબુકા નામની વાવના કિનારે વિષાદ પૂર્ણ બનીને સમય પસાર કરવા લાગ્યો, એટલામાં કનકમાલા પોતાના નખ વડે શરીરને ખતી આંખમાંથી પાણું પાડતી, મોટેથી રડતી, બૂમ પાડતી હતી, તેને શેર બકેર સાંભળીને તેને પૂત્ર દેડતો આવે.
આ પ્રમાણે શરીર સ્થિતિનું માતાને કારણ પૂછ્યું. તેણીએ કહ્યું કે તારા પિતાએ જે દુરાત્મા પૂત્રનું પાલન કર્યું છે તે યૌવનન્માદમાં આવી મારા ઉપર કામી બની ગયે છે. મેં તેને ના કહી એટલે તેણે મારા ઉપર હમલે