________________
-
૧૭૬
પાંડાને આ પી, પાંડવે પિતાના રાજ્ય કાલ કરતાં પણ વિશેષ આનંદથી લક્ષમીને ઉપભેગ કરતા રહેવા લાગ્યા.
યુવાવસ્થામાં અત્યંત મને હર સકલ કલાવિદ, પૂર્ણ ચન્દ્રના સમાન પ્રદ્યુમ્નને જોઈ તેની પાલકમાતા જેણી કાલસંવરની પત્ની હતી તે કનકમાલા ભગની ઈચ્છા કરવા લાગી.. તે મનમાં વિચાર કરવા લાગી કે આવું અદ્દભૂત રૂપૌંદર્ય, દેવેદેવન્દ્ર કે મનુષ્ય અથવા વિદ્યાધરોમાં મલવું મુશ્કેલ છે. ભાગ્યથી આ રત્ન આપણી પાસે છે માટે તેનો ઉપભેગ કરવામાં જ જીવનની સફલતા છે.
એક દિવસ એકાન્તમાં પ્રદ્યુમ્નની સામે પિતાના મહાભ્યને બતાવતી તેને કહેવા લાગી કે વિતાવ્ય પર્વતની ઉત્તર શ્રેણમાં અગ્નિ પુરાધીશ નિષેધરાજની હું પુત્રી છું; મારા ભાઈનું નામ નધિ છે. પિતાજીએ મને ગૌરી તથા પ્રજ્ઞપ્તિ નામની બે મહાવિદ્યાઓ આપી કાલસંવરની સાથે મારા લગ્ન કર્યા છે. મારા બલ ઉપર કાલસંવર અન્ય રાજાઓને તૃણ સમાન તુચ્છ સમજતો સુખપૂર્વક પિતાના જીવનને વ્યતિત કરી રહ્યો છે. તે સ્વપ્નમાં પણ અન્ય સ્ત્રીને ઈચ્છતા નથી.
આ પ્રમાણે તેને મારી ઉપર અગાધ પ્રેમ છે. છતાં પણ હું આપની પાસે ભેગની પ્રાર્થના કરું છું તેને ધિકારી આ૫ મારું અપમાન નહી કરે, પ્રદ્યુમ્ન તેણીની વાત સાંભળીને “શાન્ત પાપ” આ પ્રમાણે કહીને મધુર શબ્દથી કહ્યું કે આપનું કહેવું ઠીક નથી, કેમકે આપ