________________
૧૯૨
શૌચાદિ, સ્નાનને નિષેધ હોવા છતાં પણ સમુદાયથી એકલી પડીને ઉપાશ્રયમાં એકલી સ્વચ્છન્દપણે રહેવા લાગી, મરીને નવપલ્યેાપમ આયુષ્યવાળી સૌધર્મ દેવલાકમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ.
ત્યાંથી ચ્યવીને દ્રુપદ રાજાની પૂત્રી દ્રૌપદી તરીકે ઉત્પન્ન થઈ. પૂર્વે કરેલા નિયાણાના ચેગે તેણે પાંચ પતિની સાથે લગ્ન કર્યા છે. તેમાં આશ્ચય કાંઈ જ નથી, જેવું કર્મ આંધવામાં આવેલું હોય, તેવુ* કુલ ભેગવવામાં આવે. સૌથી મેાટા (યુધિષ્ઠિર )માં પતિ શ્વસુરભાવ અને નાના ( સહદેવ ) માં પતિ દિયરભાવ અને મધ્યમ ત્રણ ( ભીમ, અર્જુન અને નકુળ) માં પતિ દિયર અને શ્વસુર ભાવનું નિરૂપણ કરતી, મન, વચન અને કાયાની શુદ્ધિવાળી સતી ચુડામણી બનશે, ચારણુ મુનિ કહીને આકાશ માર્ગે
ચાલ્યા ગયા.
"
તે વખતે સાધુ, સાધુ, શબ્દ થવા લાગ્યા, કૃષ્ણાદિ રાજાએ પણ ‘ સાધુ ' શબ્દની પુનઃઘોષણા કરી, તે બધા રાજાએ સહિત નગરમાં આવી ઉત્સાહ પૂર્વક પાંડવાએ દ્રૌપદી સાથે લગ્ન કર્યા, પાંડુરાજાએ દશાાઁ સહિત શ્રી કૃષ્ણ તથા ખીજા રાજાઓને આમત્રિત કરીને પેાતાના નગરમાં તેઓને સત્કાર કર્યાં, બધા રાજાએમાં પણ શ્રી કૃષ્ણ તથા ખલરામના અત્યુત્તમ સત્કાર કરી, સર્વે રાજાઓને વિદાયગિરિ આપી, અનુક્રમે યુધિષ્ઠિરને રાજ્યગાદી ઉપર એસાડી ઘણા સમય બાદ પાંડુ રાજા અવસાન પામ્યા.