________________
૧૬૯
નગરમાં જિનદત્ત નામના સાર્થ પતિની સુભદ્રા નામની પત્નીની કુક્ષિ એ ગુણ સાગર નામે પૂત્ર થયે હતે.
એક દિવસે જિનદત્ત મહેલની ઉપર કન્દુક કીડા કરતી મૃગાક્ષી સુકુમાલિકાને જોઈ, આ અમારા પૂત્રને માટે ચોગ્ય જ છે. આ પ્રમાણે આપ્તજનની સાથે વિચાર કરી સાગરદત્તની પાસે સુકુમારિકાની માગણી કરી.
તે વારે શેઠે કહ્યું કે મને મારા પ્રાણ કરતાં તે અધિક પ્રિય છે. મને બીજું કોઈ સંતાન નહિ હોવાથી તેણીના વિના એક ક્ષણ પણ જીવી શકાય નહીં. આપને પૂત્ર ઘર જમાઈ રહેવા તૈયાર થાય તે મારી સંપત્તિ સહિત મારી પુત્રી આપું. સાર્થપતિએ કહ્યું કે “વિચાર કરીને કહીશ” તે પ્રમાણે કહીને તે સાર્થવાહ પિતાના ઘેર આવ્યા, અને પૂત્રને પુછયું. તેણે મૌન દ્વારા વાતને માન્યતા આપી, સાર્થવાહે પિતાના પુત્રની વાત માન્ય કરી, શ્રેષ્ટિ પાસે આવી પિતાના પૂત્રને ઘરજમાઈ તરીકે રહેવાને સ્વીકાર કર્યો, અને શ્રીમંતોએ ધામધૂમ પૂર્વક સાગર અને સુકુમાલિકાના લગ્નને મહોત્સવ ઉજવ્યો.
રાત્રિના બન્ને શિયા ઉપર બેઠા હતા, ત્યારે પૂર્વ કર્મના દુર્ભાગ્યના ઉદયથી સુકુમાલિકાના શરીરને સ્પર્શ સાગરને માટે દાવાનલ, વડવાનલ, વિદ્યુત્ અને ઉલકાના દુઃખ કરતાં પણ અધિક દુઃખદાયક લાગે, ગુણસાગર એક ક્ષણ રહીને તેને છેડી પિતાના ઘેર આવ્યું, સુકુમાલિકા જ્યારે જાગી ત્યારે પિતાના પતિને નહિ