________________
- ૧૬૫
યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્ર થયા, જ્યારે બીજી માદ્રી નામની પત્નીથી નકુલ અને સહદેવ નામના બે મહારથી પુત્ર ઉત્પન્ન થયા, શંકરના પાંચ મુખોની જેમ પાંચ પાંડુ પુત્રે શોભતા હતા. કામદેવને પાંચ બાણની જેમ યુધિષ્ઠિરાદિ પાંડુ રાજાના પાંચે પુત્રે માનવ, બેચર, શૂરા સેન્દ્રોથી પણ છતાય તેવા નહતા, રૂપ, વિદ્યા, શૌર્ય, વીર્ય, ધૈર્ય, વિનમ્ર અને વિનયાદિ ગુણેથી પરસ્પરપર્ધા કરનારા હતા, લેકમાં ચારે તરફ પાંડની યશકીર્તિ ફેલાવા લાગી હતી.
એક દિવસ શ્રી કાપિલ્ય પુરાધીશ દ્રુપદ રાજાએ દૂત દ્વારા પાંડુ રાજાને વિનંતિ કરી કે સદ્ ગુણેથી અલંકૃત દ્રૌપદીના ભાવી સ્વયંવરમાં દશાઈ બલરામ અને કૃષ્ણ, દમદન્ત, સુધન, શિશુપાલ, રૂકિમ, કર્ણ આદિ અનેક રાજાએ કાંપિલ્ય દેશમાં પધારવાના છે. માટે આપ પણ આપના પાંચ પુત્ર સહિત પધારીને સ્વયંવર મંડપને શિભા, ત્યારબાદ પાંડુ રાજા પણ પિતાના પાંચ પુત્રે સહિત અનેક રાજાએ કપિલ્યપુરમાં આવ્યા, મંડપમાં આવી વિમાનની જેમ ઉંચા આસન ઉપર બીરાજમાન થયા.
સ્નાન અને વિલેપન કરીને દિવ્યમાળા, વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત ગૃહમંદિરમાં શ્રી જિનેશ્વરની પૂજા કરીને સખીઓ સહિત ત્રણે લેકની સ્ત્રીઓના મુખચંદ્રને જીતવાવાળી ન હોય ! તે પ્રમાણે પિતાના મુખચંદ્રને ધારણ કરતી, કંકણુના અવાજેથી, દેવાંગનાઓને, ઝાંઝરના અવાજથી