________________
૧૪૯ દરરોજ ગંગામાં જલક્રીડા કરવા જાય છે. આશ્ચર્યરૂપ તેને જોઈને હું અહી આવ્યું છું.'
નારદજીની વાત સાંભળી શ્રીકૃષ્ણ સેના સહિત ગંગાની પાસે આવ્યાં, ત્યાં કીડા કરતી જાંબુવતીને જોઈ મનમાં વિચાર કર્યો કે આ તો પિતાના મૂખ ચન્દ્રની ચન્દ્રિકા વડે સમસ્ત જગતને સફેદ બનાવી રહી છે. નારદજીએ જે પ્રમાણે વર્ણન કર્યું હતું તે પ્રમાણે જ છે. શ્રી નારદજી બ્રહ્મજ્ઞાની હોવા છતાં પણ સ્ત્રી પરીક્ષામાં અત્યંત કુશલ છે. જાંબુવતીને લઈને ચાલતા કૃષ્ણને જઈ તેની સખીઓએ કોલાહલ મચાવી મૂક્યો, તે સાંભળીને શસ્ત્રહિત દ્ધાઓની સાથે જાંબુવાન આવ્યું. અનાવૃષ્ટિએ તેને જીતી લીધો, અને શ્રી કૃષ્ણને સમર્પિત કર્યો. જાબુવાને શ્રીકૃષ્ણની સાથે પોતાની પુત્રી જાબુવતીના લગ્ન કર્યા. રૂકિમણીના ભવનની પાસે જ રહેવા માટે મહેલ આપે, રુકિમણીની જેમજ તેને પણ બધી સામગ્રીઓ આપી, તે બન્નેમાં ખુબ જ પ્રેમ ઉત્પન્ન થે.
એક દિવસ સિંહલાધીશ સ્લણમાથી તરછોડાયેલા એકતે આવી શ્રીકૃષ્ણને કહ્યું કે સિંહલેન્દ્ર આપની આજ્ઞા માનવા તૈયાર નથી, તેને એક અત્યંત સુલક્ષણા અને સૌદર્યવાળી લમણા નામે પૂત્રી છે. તેણી સપ્ત સમુદ્રનું સ્નાન કરવા અહીં આવી છે. સેનાપતિ કમસેન તેને રક્ષક છે. વાત સાંભળીને તરત જ કૃષ્ણ, સેના સહિત