________________
૧૪૭
ફિકમણીને સત્યભામાના મહેલની બાજુતા મહેલમાં વૈભવ પૂણ રાખી, રાત્રિના ગાંધર્વ વિધિથી લગ્ન કર્યાં. ભમરા જેમ પુષ્પની ઉપર આકર્ષાઈને વિલાસ મગ્ન બને છે. તેમ તૃષ્ણાતુર કૃષ્ણ, રૂકિમણીની સાથે ક્રીડા રત બન્યા, દડધારી રક્ષકાથી રૂકિમણીના ઘરમાં કઈ પણ માણસના પ્રવેશ ન થાય તેની તકેદારી કરાવીને પ્રાતઃકાલમાં પેાતાના સ્થાને ગયા. અત્યંત ક્રોધાયમાન અનેલી સત્યભામાએ કહ્યું કે “ આપની પ્રાણપ્રિયા તા મને બતાવે.”
કૃષ્ણે જાણે સાંભળ્યુ જ નથી તેમ માનીને મૌન રહ્યા, ત્યારબાદ ઉદ્યાનમાં લક્ષ્મી ગૃહમાં પ્રાચિન લક્ષ્મી દેવીની મૂર્તિને ઉઠાવી, ચિત્રકારો દ્વારા રૂકિમણીની મૂર્તિ તૈયાર કરાવી, સ્થાપના કરાવી, રૂકિમણીને કહ્યું' કે તારે બીજી રાણીઓની સાથે નિનિમેષ મનીને રહેવું.
ત્યારબાદ પેાતાના મહેલમાં પાછા જતી વખતે શ્રી કૃષ્ણને સત્યભામાએ પૂછ્યું કે હે ધૃત ! તમે તમારી વલ્લભાને કાં રાખી છે તે સ્પષ્ટ કહેાને ? શ્રી કૃષ્ણે કહ્યું કે તેણીને લક્ષ્મી ગૃહમાં રાખી છે. તરત જ સત્યભામા અન્તઃપુરની સ્ત્રીઓ સહિત લક્ષ્મી ભવનમાં ગઈ, ત્યાં અત્યંત સ્વરૂપવાન રૂકિમણીને સાક્ષાત્ લક્ષ્મી માનીને તે બધી આશ્ચર્ય અનુભવવા લાગી.
અરે ! લક્ષ્મી દેવતાનુ સ્વરૂપ કેટલું બધુ સુંદર છે. ચિત્રકારની કલા પણ કેટલી અદ્ભુત છે! આ પ્રમાણે લક્ષ્મીદેવીની સ્તુતિ કરીને તેના ચરણામાં પેાતાનું મસ્તક