________________
ઉપર
પૂછ્યું કે મને પુત્ર થશે કે નહી. તે સાંભળી મુનિએ કહ્યું કે શ્રીકૃષ્ણના જે જ તને પુત્ર થશે, આ પ્રમાણે કહીને ચારણમુનિ ચાલ્યા ગયા, સત્યભામાએ રૂકિમણીને કહ્યું કે મુનીશ્વરે મારા માટે પુત્રની વાત કરી, ત્યારે રૂકિમણી બોલી કે તારા માટે નહિ પણ મારા માટે વાત કરી છે.
આ પ્રમાણે વિવાદ કરતી તે બને શ્રીકૃષ્ણની પાસે આવી, તે વખતે સત્યભામાએ સભામાં આવેલા પોતાના ભાઈ દુર્યોધનને જઈને કહ્યું કે “મારા પુત્રના લગ્ન તારી પુત્રી સાથે કરજે” રુકિમણુએ પણ તે જ પ્રમાણે કહ્યું. ત્યારે દુર્યોધને કહ્યું કે તમારા બન્નેમાંથી જેને પ્રથમ પુત્ર થશે તેને મારી પુત્રી પરણાવીશ, સત્યભામાએ કહ્યું કે જેને પૂત્ર પ્રથમ પરણે તે વખતે બીજીએ સભા સમક્ષ માથાના વાળ કાપીને આપવા, તે શરતમાં બલરામ, શ્રીકૃષ્ણ અને દુર્યોધનને સાક્ષી રાખી તે બન્ને પિતાપિતાના સ્થાને ચાલી ગઈ.
રૂકિમણીએ રાત્રિના પાછલા પહેરમાં પિતાને સ્વમમાં વિમાનમાં બેઠેલી જોઈ, તે વખતે મહાશુક નામના દેવલેકમાંથી મહદ્ધિક દેવ ચ્યવને રૂકિમણીની કુક્ષિમાં ઉત્પન્ન થ, તેણીએ સવારમાં શ્રીકૃષ્ણને સ્વપ્નની વાત કરી, ત્યારે શ્રીકૃષ્ણ પણ સ્વપ્નનું ફળ કહ્યું, કે જગતમાં વીરોને પણ જીતે એ વીર પૂત્ર તને પ્રાપ્ત થશે.
સત્યભામાની દાસીએ આ વૃત્તાંતને સાંભળી સત્ય