________________
૩૫
.
સ્થળમાં તથા અન્ય સ્થળમાં મેટા આડંબર સહિત મહેત્સવ પૂર્વક તે બને નવ પરિણીત યુગલના કંકણ દેરા છેડ્યા, પુત્ર તથા પુત્ર વધુને સાથે લઈ નિષધ રાજાએ કેશલાનગરી તરફ પ્રયાણ કર્યું ત્યારે ભીમરાજાએ પિતાની પુત્રીને કહ્યું કે હે વત્સ ! દેવેને પણ દુર્લભ એવા તારા પતિને પડછાયો બનીને હમેશાં રહે છે. આમાં અને વહાવતી પુષ્પ દક્તિએ પિતાની પુત્રીને કહ્યું કે તારા પતિની સહચારિણી બની સેવા કરજે તથા શિયલવતને ખાંડાની ધાર સમજીને પાલન કરજે.
' આ પ્રમાણે માતા પિતાની શિખામણને ધારણ કરતી દવદન્તિ પતિગૃહે જવા માટે પતિની સાથે આગળ વધવા લાગી, માતા પિતા અભિની આંખે પાછા ફર્યા, તે વારે નળરાજાએ સાસુસસરાને પ્રણામ કર્યા, પિતાની પ્રિયા સહિત નલરાજાએ રથમાં બેસીને પિતાસહિત પોતાના નગર તરફ પ્રયાણ કર્યું.
ચતુરંગ સેના સહિત પિતાની નગરી તરફ આગળ વધતા નિષધ રાજને જેઈ સૂર્ય પણ દુઃખી બનીને અસ્તાચલે પહોંચે. સૈિન્યના પ્રયાણથી ધૂળની આંધી મેટા પ્રમાણમાં ખુબજ ચઢી તેથી માર્ગમાં કાંઈજ દેખાતું નહોતું ખઘાર્ત (આગીઆ) ના પ્રકાશની જેમ દીવાઓના પ્રકાશથી પણ બરાબર દેખાતું નહોતું.
સિન્ય સહિત આગળ વધવાની મુશ્કેલી પડવા લાગી. તે વારે રથમાં સુતેલી દવદન્તીને નલ રાજાએ કહ્યું કે એક