________________
સાતમો સર્ગ
જબુદ્વીપના ભરતખંડના લક્ષ્મીના વિરામસ્થાન સમાન અચલપુર નામે એક નગર છે. જ્યાં ચક્રવતિ સમાન ઐશ્વર્યવાળા શ્રીમંતોના સાત મજલાના પ્રસાદ મધ્યાહ્ન સમયે સુવર્ણ સમાન દેખાતા હતા જ્યાંના દેવમંદિરને વિષે સ્વર્ગથી લક્ષ્મી ઉતરી આવતી હોય તેમ જણાતું હતું. ત્યાં અત્યંત પરાક્રમી શ્રી વિક્રમધન નામે રાજાએ અનેક યુદ્ધોથી વિજયશ્રીને પિતાની દાસી બનાવીને રાખી હતી. જે નરેન્દ્રોથી નવિન કીર્તિગંગા નીકળીને ભૂતલને પવિત્ર બનાવતી હતી, જેના ચિત્ત સરોવરમાં સતત રહેવાવાળી વિશુદ્ધ રાજહંસી સમાન ધારિણી નામે રાણી હતી. તેણીએ સ્વપ્નમાં રૂપ, આમેદ, રસ આદિથી ભ્રમણ કરતા ભમરાઓના સમૂડ સહિત સહકાર મહાવૃક્ષને રાત્રિના પાછલા પ્રહરમાં , તે મહાવૃક્ષને હાથમાં ધારણ કરીને ઉભેલા દિવ્ય માણસે કહ્યું કે આ વૃક્ષની ડાળી તમારા આંગણામાં રોપું છું. થડા દિવસો પછી તેમાંથી એક ડાળી લઈને બીજી જગ્યાએ રેપીશ.
આ પ્રમાણે શાલિની જેમ તેની ખૂબ જ વૃદ્ધિ થશે. આ વૃક્ષનું આ રીતે નવ વખત રોપણ કરવાથી તેનું