________________
૧૦૩
બીજે દિવસે મોટા સમારોહની સાથે કેલાહલથી ભરપુર માણસનું મોટું ટેળું જતું જોયું, તે વારે રાજાએ પૂછયું કે આ શું છે? ત્યારે ખબર પડી કે અનંગદેવ વિસુચિકાની બિમારીથી એકાએક મૃત્યુ પામે છે. સાંભળીને તરત જ રાજાના અંતરમાં રાગ્ય ઉત્પન્ન થયે, રાજા અપરાજિતને ઉદ્વિગ્ન જોઈને કેવળીભગવંત ત્યાં આવ્યા, રાજાએ પોતાના પુત્ર પદ્મને રાજસિંહાસન ઉપર બેસાડી કેવળી..વંતની પાસે દીક્ષા લીધી.
તેમની સાથે સાથે સૂર અને સેમ નામના બને ભાઈએ, પ્રીતિમતી રૂપને મંત્રિ વિમલબોધ પણ દીક્ષિત થયા, ડુક્કર તપની આરાધના કરીને આયુષ્ય પૂર્ણ કરીને આરણ દેવલેકમાં મહદ્ધિક ઈન્દ્ર સામાનિક તરીકે ઉત્પન્ન થયા.
જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં લક્ષમીથી અમરાપુરને જીતનાર હસ્તિનાપુર નામે એક નગર છે. શ્રીમાન શ્રી નામે ત્યાં રાજા રાજ્ય કરે છે. તેમને શ્રીમતી નામે પટરાણું હતી, તેણીએ રાત્રિના છેલલા ભાગમાં પિતાના મુખમાં પ્રવેશ કરતા શખસમાન ઉજજવલ પૂર્ણચન્દ્ર જોયો, સ્વમ પાઠકથી સ્વપ્ન ફલ જાણીને રાજાએ નિશ્ચય કર્યો કે ' ચંદ્રની સમાન સકલલેકનયનાનન્દદાયક પુત્ર દેવીનીકુક્ષિને વિષે ઉત્પન્ન થનાર છે. અપરાજિતને જીવ આરણ દેવલોકથી ચ્યવીને રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયો, પૂર્ણ સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યો.