________________
૧૧ છે? ત્યાર પૂતલીએ કહ્યું કે સ્ત્રીથી વાંછિત ન હોય તે, કુમારિકાએ પૂછયું કે દુઃખી કેણ છે? પૂતલી બેલી કે ન્યાયની સ્પૃહા ન રાખે તે, ધનવંત કેણ છે? જેણે પૂણ્ય સંચિત કરેલ છે, તે ધનવંત છે. પૂતલીએ જવાબ આપે, ત્યારે પૂતલીએ રાજકન્યાને પ્રશ્ન પૂછે કે બ્રહ્મચારીઓની સ્ત્રી કેશુ છે ? તેને જવાબ રાજકુમારી ન આપી શકી.
ત્યારે પૂતલી બેલી કે બ્રહ્મચારીઓની સ્ત્રી ‘દયા’ અને મૈત્રી છે. સભા સમક્ષ રાજપુત્રી પરાજીત બની, ત્યારે તેણીએ કહ્યું કે શું તારા ગળામાં મળ નાખુ? ત્યારે પૂતલીએ કહ્યું કે મારા ગુરૂના ગળામાં વરમાળા પહેરાવ.
તે પૂતલીએ કુમારની તરફ અંગુલી નિર્દેશ કર્યો, કુમારિકાએ કુમારના ગળામાં વરમાળા નાખી, બધા રાજાએ કોધે ભરાયા; યુદ્ધને આરંભ થયે, સોમપ્રભ રાજાએ બહેનના પુત્રને ઓળખ્યો, બધા રાજાઓને યુદ્ધ કરતા અટકાવ્યા, રાજાએ શુભ મુહૂતે અપરાજિત તથા પ્રીતિમતીને લત્સવ કર્યો, બધા રાજાઓને સત્કાર કરીને વિદાયગિરિ આપી, રાજપુત્ર પ્રીતિમતીના પ્રેમમાં આધીન બનીને ત્યાં જ રહ્યો, જિતશત્રુના મંત્રિ સુમતિકુમારે પિતાની પુત્રીના લગ્ન વિમલબોધ સાથે કર્યા, અપરાજિતને જિતશત્રુના ત્યાં રહેલે જાણી હરિન્દી રાજાએ પુત્રને બોલાવવા માટે પોતાના મંત્રી કતિરાજને મોકલ્યો.
તેમના આગમથી અપરાજિતે મંત્રીને પિતાના માતા