________________
૧૧૪
પુષ્પાલિ ભૂમિ ઉપર છાંટી પ્રભુની સ્તુતિ કરી, પૂર્વ રૂચકથી નન્દાદિ આઠ દેવીઓએ હાથમાં દર્પણ લઈ ત્યાં આવી પ્રભુની તથા પ્રભુ માતાની સ્તુતિ કરી ત્યાં જ ઉભી રહી.
દક્ષિણ રૂચક પર્વતથી સમાહારાદિ આઠ દેવીએ હાથમાં પંખા લઈને આવી, પ્રભુને પ્રણામ અને સ્તુતિ કરી, પશ્ચિમ રૂચકથી ઈલાદિ આઠ દેવીઓએ માતા સહિત પ્રભુને પ્રણામ કર્યા, ઉત્તર દિશાની દેવીઓએ આવી જિનને પ્રણામ કર્યા, ઉત્તરદિશાના રૂચકથી હાથમાં ચામર લઈને અલબુસા આદિએ આવી માતા સહિત જિનને પ્રણામ કર્યા, વિદિશિઓની રૂચકાદિથી દીપક હાથમાં લઈને ચિત્રાદિ ચાર કન્યાઓએ આવી જિનની તથા માતાની સ્તુતિ કરી પ્રણામ કર્યા.
ત્યારબાદ પિતાપિતાની દિશામાં સ્થિર બની ઉભી રહી, રૂચકદ્વિપની ચાર કન્યાઓએ માતા સહિત જિનને પ્રણામ કરી નાલચ્છેદન કર્યું. પ્રસૂતિગૃહમાં દક્ષિણ-પૂર્વ • અને ઉત્તર દિશામાં સિંહાસન યુક્ત કેળના ઘર તૈયાર કર્યા, માતાને દક્ષિણ દિશાના કેળના ઘરમાં લક્ષપાક તેલથી મર્દન કર્યું. પૂર્વ તરફના કેળના ઘરમાં સ્નાન કરાવ્યું. દિવ્ય ચન્દનેનું વિલેપન કર્યું. દિવ્ય વસ્ત્રાભૂષણથી બનેને શણગાર્યા, ઉત્તર તરફના કેળના ઘરમાં લાવી ચાકરે દ્વારા હિમાલયથી શિર્ષ ચન્દન મંગાવીને અગ્નિમાં જલાવી તેની ભસ્મથી આભૂષિત કર્યા.