________________
લાગ્યું. અને નિસ્તેજ વદન કરીને તેઓ ઊભા, શ્રીબલ રામ સ્નાન કરાવવા માટે શ્રીકૃષ્ણને લઈને યમુના કિનારે. ગયા, ત્યાં જઈને શ્રીબલરામે પૂછયું, કે વત્સ! તારું મુખ તે વખતે કેમ નિસ્તેજ બની ગયું હતું ? શ્રીકૃષ્ણ કહ્યું કે આપે મારી માને દાસી કહીને કેમ લાવી ?.
શ્રીબલરામે શાંતિથી કહ્યું કે વત્સ! “નન્દ ” તારા પિતા નથી અને યશોદા તારી માતા પણ નથી. વીર શિરોમણી વસુદેવ તારા પિતા છે. કંસની બીકથી તને.
અહીંયાં રાખવામાં આવેલ છે. દેવક રાજાની પુત્રી અને કંસની બહેન દેવકી તારી માતા છે. જે દરમહિને ગાય પૂજાને બહાને તને જોવા માટે અહીં આવે છે. હું રેહિણીને પુત્ર છું અને તારે ઓરમાન ભાઈ છું; પિતા જીએ તારી સારસંભાળ માટે મને અહીં રાખે છે.
દાક્ષિણ્ય ગુણવાળા પિતાજી કંસના કહેવાથી મથુરા નગરીમાં રહેલા છે. તે વારે શ્રીકૃષ્ણ પૂછયું કે પિતાજીને, શ્રીકૃષ્ણને ભય શા માટે ? ત્યારે બલરામે અતિમૂક્ત મુનિની. વાત કહી દીધી. તે વાતને સાંભળી ક્રોધથી શ્રીકૃષ્ણનું શરીર બળવા લાગ્યું. કંસ વધની પ્રતિજ્ઞા કરીને શ્રીકૃષ્ણ નહાવા માટે યમુનામાં ગયા, ત્યાં પણ કંસના આદેશથી આજ્ઞાંક્તિ થયેલ ન હોય તેમ કાલીયનાગ ભયાનક કુંફાડા મારતે જવાળાઓ પ્રગટાવતે, યમરાજ સદશ શ્રીકૃષ્ણને યમદ્વારે પહોંચાડવા માટે આવ્ય, શ્રીકૃષ્ણ તેના ઉપર ચઢીને નાવના: