________________
૧૩૭ પિતાજીની સામે લીધેલી પ્રતિજ્ઞા તમને બધાને ખબર છે?' પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે હું આ ચિતામાં પ્રવેશ કરીશ, કેમકે આપણા ભયથી યાદવ આ ચિતામાં પ્રવેશ કરી ગયા છે. આ પ્રમાણે કહીને “કાલ' ચિતામાં કૂદી પડયે, બળી ગયે.
આ યવનાદિ “કાલ”ની રાહ જોતાજ ઉભા રહ્યા હતા, પરંતુ સૂર્યોદય થતાંની સાથે જ તેઓને “પર્વત” કે ચિતા બનેમાંથી કાંઈજ જોવામાં આવ્યું નહિ, ત્યારે દેવતાની બનાવેલી ઈન્દ્રજાળને ખ્યાલ આવ્યો, અને પિતાની મૂર્ખ તાનું ભાન આવ્યું, તે લોકોએ મગધ આવીને જરાસઘને બધી હકીકત કહી સંભળાવી, જરાસંધ મુર્શિત બનીને જમીન ઉપર આળોટવા લાગ્યું. ભાન આવ્યા બાદ હે વત્સ ! હે કાલ ! હે કંસે ? આ પ્રમાણે કરૂણ સ્વરે રડવા લાગ્યું. - જ્યારે યદુઓને “કાલ "ના મૃત્યુની ખબર પડી ત્યારે મનમાં આનંદ પામ્યા, તેઓને ખૂકી ઉપર વિશ્વાસ આવ્યો, સંતુષ્ટ બનીને તેઓએ કોષ્ટકીની પૂજા કરી, તેજ વખતે અણધાર્યા “અતિમૂત” નામના ચારણ મુનિ ત્યાં આવ્યા.
સમુદ્રવિજય રાજાએ પ્રણામ તથા પૂજા કરી, પૂછ્યું કે હે મુનિવર ! આપ કૃપા કરીને કહે તો ખરા કે અમે આ સંકટમાથી ક્યારે મુક્ત બનીશું ? ત્યારે મુનિવરે કહ્યું કે તમે ચિંતા કરશે નહી, આપના આ પુત્ર બાવીસમા નેમિનાથ નામના તીર્થંકર થશે, ત્રણે ભુવનનું રક્ષણ કરશે.