________________
શશી આપી, પરંતુ એકલી છવયશાએ ક્રોધથી પ્રતિજ્ઞા કરકે બલરામ, કૃણ, તથા તેના પિતા અને આપ્ત જનેને મરાવી તેમના લેહીથી પતિને અંજલી આપીશ, અન્યથા અગ્નિ પ્રવેશ કરીશ.
તેણે જરાસંઘની પાસે જવા માટે નીકળી, સમુદ્ર વિજય રાજાએ બલરામ અને શ્રીકૃષ્ણની સમ્મતિથી ઉગ્રસેનને ફરીથી મથુરા નગરીના રાજા બનાવ્યા, અને નિમિતીયા વડે અપાયેલ સુન્દર મુહૂતે ગુણીયલ એવી સત્યભામા સાથે શ્રીકૃષ્ણના લગ્ન થયા.
મેટા પિકારોને કરતી, છૂટાવાળવાળી રાક્ષસી જેવા કકૂપવાળી, જરાસન્તની પુત્રી છવયશા જરાસંઘની સભામાં આવી, પિતાએ ઘણા પ્રકારે સમજાવીને, આશ્વાસન આપીને, જીવ શાને પૂછ્યું ત્યારે તેણીએ રડતાં રડતાં શરૂઆતથી અંત સુધીનો વૃત્તાંત કહી બતાવ્યું. જરાસન્ધ ને શ્રીકંસની મુર્ખતા ઉપર ઘણે પશ્ચાતાપ થયે, અને બે કે આ બધું કરવા કરતાં તેને દેવકી અને વધ કરવાની જરૂર હતી.
પરંતુ “બુદ્ધિઃ કર્માનુસારિણી' તે વચને બેટા નથી, માટે હે પુત્રી ! તું રડીશ નહી. કંસને ઘાત કરનારાઓના વંશને મારી, વૃક્ષોને કાપવાથી જેમ પક્ષીઓ રડે છે તેમ તેમની સ્ત્રીઓને રડાવીશ, પુત્રી જીવ શાને આશ્વાસન આપી રડતી બંધ રાખી.