________________
૧૨૩ આગ્રહપૂર્વક રથમાં બેસાડી જમના નદી પાર કરીને તે બંને વીરાએ મથુરાની ધનસભામાં આસન લીધું. તેઓએ રામાશિમણું સત્યભામાને ધનુષ્યની પાસે બિરાજમાન સાક્ષાત્ ધનુષ્યની અધિષ્ઠાત્રી સમાન દેવીના રૂપમાં જોઈ, સુમુખી સત્યભામાએ પુણ્યલાવણ્ય અમૃતના કુંડરૂપ શ્રીકૃષ્ણના અંગે માં પિતાની આંખને સ્નાન કરાવ્યું. બહિદ્રષ્ટિ અનાવૃષ્ટિએ કન્યાના મનને નહી જાણતાં તે કન્યાની. પ્રાપ્તિ માટે, ધનુષ્યને ચઢાવવાનો પ્રયાસ કર્યો.
ધનુષ્યને હાથમાં લેતાની સાથે અનાવૃષ્ટિ જમીન ઊપર પડી ગયો, સત્યભામાની સખીઓએ તથા ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓએ તેની ખૂબ જ મશ્કરી કરી, એટલામાં પોતાના ભાઈની લઘુતાને નહીં સહન કરવાવાળા શ્રીકૃષ્ણ ઊઠીને તે ધનુષ્યને હાથમાં લઈ કમળની નાળની જેમ અર્ધ ચંદ્રાકાર બનાવી દીધું, જેનાથી અનેક રાજાઓ રૂપી સૂર્યના તાપથી તૃપ્ત અંગેવાલી સત્યભામાને શાંતિ મળી
ધનુષ્યને હાથમાં રાખી શ્રીકૃષ્ણ ઊભા હતા. ધૃષ્ટ અનાપૃષ્ટિએ પિતાને ઘેર આવી પિતાને કહ્યું કે મેં ધનુષ્ય. ઊપર “પણ” ચઢાવી હતી, તેનાથી બધા રાજાઓ મૂર્ખની જેમ બબડવા લાગ્યા, વસુદેવે વચમાં જ વાત કાપીને કહ્યું કે તું અહીંથી ચાલ્યા જા, નહીતર કંસ તને ધનુષ ચઢાવનારે સમજીને મારી નાખશે. આ સાંભળી ભયભીત.