________________
રી સંકેત કરીને આ સ્તંભને ઉ
પોતાની
આદેશથી “મલ” યુદ્ધ કરવા લાગ્યા, ચાણુર પણ ઉઠીને “ઉભે થયો, તાલ ઠેકીને હસ્તિની જેમ ગર્જના કરતા પિતાના વિજયસ્તંભની જેમ ભૂજા સ્તંભને ઊઠાવી બધા રાજાઓની તરફ સંકેત કરતે કહેવા લાગ્યો કે જેઓને પિતાની વીરતાનું અભિમાન હોય તે મારી સાથે યુદ્ધ કરીને મારા સુવર્ણ મલકંકણને ઉતારી નંખાવે, તેની હસ્તી સમાન ગર્જનાને નહીં સહન કરનાર શ્રીકૃષ્ણ સિંહની જેમ મંચ ઉપરથી ઉતરીને યુદ્ધ કરવા માટે, ચાણુરની સામે આવ્યા.
આ પ્રમાણેની વિચિત્ર ઘટનાને જોઈ બધા રાજાઓ એક શબ્દમાં જ કેલાહલ મચાવવા લાગ્યા કે આ બંનેની વચ્ચેનું યુદ્ધ અનુચિત છે. રાજાઓના લાહલને સાંભળી ક્રોધાવેશમાં આવી શ્રીકસે કહ્યું કે ગેરસ ખાઈ ઉન્મત્ત અનેલા આ બંને ગાવાળાને અહીં આ કોણે બોલાવ્યા છે ?' તેઓ પિતાની જાતે જ આવેલા છે. અને રણરંગમાં પ્રવિણ બનેલા છે. તે પછી તેમને રોકવાની શું જરૂર છે? તેમના વિષયમાં જેમને ખેદ છે. તેઓ ઊભા થઈ જાય, અને બોલે, કંસની વાત સાંભળી લેકે ભયથી મૌનને ધારણ કરી બેઠા.
પરંતુ નિર્ભય બનીને શ્રીકૃષ્ણ કહ્યું કે –માને કે હું બાળક છું; અથવા દહીં ખાવાવાળે ગોવાળ છું; પરંતુ સિંહ જેમ હાથીને મારે છે તેમ હું હમણાં જ આ ચાણુરને મારૂં છું; તે આપ સર્વે જુઓ, કંસરાજા,