________________
કે
બીજે દિવસે કંસના ભયંકર તિક્ષણ ધારવાળા દાંતથી શોભતાકેશી નામના અવે ગોકુળમાં ઊપદ્રવ મચાવ્યો, શ્રીકૃષ્ણ. રાહુની સમાન પોતાના બાહુથી તેના બે ટુકડા કરી નાખ્યા.
ત્યારબાદ શ્રીકસે મોકલાવેલ પરમેષને પણ શ્રીકૃષ્ણ. મારી નાખ્યો, ભયભીત બનેલા શ્રીકસે પિતાના શત્રુને. નિશ્ચય કરવાને માટે સભામાં સારંગધનુષ્યને મંગાવ્યું. પિતાની માટી પુત્રી સત્યભામાને તે ધનુષ્યની ઉપાસના. કરવા કહ્યું. પૂજા મહોત્સવનો પ્રારંભ કર્યો, શ્રીકસે ઉદ્ઘેષણ કરાવી કે જે કઈ સારંગ ધનુષ્યને પણછ ચઢાવશે. અને બાણ ચઢાવશે તેને સત્યભામા પરણાવવામાં આવશે.
આ વૃત્તાંતને સાંભળી અનેક રાજાઓ શારદ મેઘની. સમાન ગર્જના કરતા આવ્યા, તે બધા નિષ્ફળ થયા, મદનગાની કુક્ષીથી ઊત્પન્ન થયેલ વસુદેવપુત્ર અનાવૃષ્ટિ, પિતાને મહાન વીર માનતે ધનુષને ચઢાવવા માટેની ઈચ્છાથી ચાલ્ય, ગોકુલમાં બલરામ અને કૃષ્ણને જોઈ તેમના સ્નેહથી મેહિત બની રાત્રી ત્યાં જ રહ્યા.
સવારમાં બલરામને ત્યાં જ મૂકી મથુરાને માર્ગ બતાવવાના હેતુથી શ્રીકૃષ્ણને સાથે લઈને અનાવૃષ્ટિએ. પ્રયાણ કર્યું. રસ્તામાં તેમને રથ વૃક્ષની ઘનઘોર ઝાડીમાં ફસાઈ ગયે. ઘણે પ્રયાસ કરવા છતાં પણ રથ બહાર કાઢી શક્યા, ત્યારે શ્રીકૃષ્ણ પિતાના બાહુબલથી તે રથને બહાર કાઢયો, તેમના કેત્તર બળથી આશ્ચર્યચકિત બનેલા અનાવૃષ્ટિએ શ્રીકૃષ્ણને આલિંગન કર્યું.