________________
ઉત્પન્ન થનાર મુક્તાત્મા ત્રણ જગતને વંદનીય એવા તીર્થંકર પરમાત્મા છે. પ્રભુના જન્મત્સવ નિમિત્તે આવ્યો. છું; હું સૌધર્મેન્દ્ર છું.
આ પ્રમાણે શિવાદેવીની સ્તુતિ કરી, વિનંતિ કરી કે આપ કઈ પણ પ્રકારની ચિંતા કરશે નહી.” આ પ્રમાણે આશ્વાસન આપી ઈદે શિવાદેવી માતાને અવસ્થાપિની નિદ્રા આપી. તેમની પાસે પ્રભુની કલ્પિત મૂર્તિ મૂકી, ઈન્દ્ર પિતાના પાંચ રૂપ બનાવ્યા, એક રૂપથી કમલની જેમ પિતાના બે હાથની વચમાં પ્રભુને રાખ્યા, “આપ મને સેવાની આજ્ઞા આપો' કહીને બીરાજમાન થયા, બે રૂપેથી પ્રભુના બન્ને બાજુ ચામર ઢળવા લાગ્યા, ચોથા રૂપથી સિદ્ધક્ષેત્રની જેમ સફેદ આતપત્રને ધારણ કર્યુંપાંચમા રૂપથી પ્રભુની રક્ષાને માટે સાવધાન રહેવા માટે વજીને ધારણ કર્યું.
- બીજા ત્રેસઠ ઈંદ્રોના આસન કંપાયમાન થયા, પિતપિતાના વિભવથી યુક્ત બની પ્રભુના દર્શનાર્થે આવ્યા, તેઓની સાથે રૂપાના, સુવર્ણના, માટીના, તથા મણીના આઠ હજાર કલશોમાં સર્વતીર્થ, સમુદ્ર, નદી, સરોવરના પાણીને ભરી આભિગિક દેવે પણ આવ્યા, તે બધા. અનેક પ્રકારના વાછત્ર દ્વારા મધુર અવનિને ગુજારવા કરવા લાગ્યા.
સુમેરૂ પર્વત ઉપર પ્રભુને જન્મોત્સવ ઉજ, અયુતાદિ અનેક સુરેન્દ્રોએ પણ વિધિ પૂર્વક હર્ષથી પ્રભુની પૂજા કરીને ભક્તિથી ભરપુર અતઃકરણથી સ્તુતિ