________________
સૂર્યોદય થતાંની સાથે તમામ જીવની જેમ, ચન્દ્રોદય થવાથી સમુદ્રની જેમ, ગ્રિષ્મઋતુના આગમનની સાથે કોયલની જેમ, વરસાદના આવવાથી મોરલાને જેમ, હર્ષ થાય તેવી રીતે સમુદ્રવિજય રાજા અત્યંત આનંદિત બન્યા, રાજાએ પ્રાણીઓને અને કેદીઓને બંધનમુક્ત કર્યા.
પરંતુ સંસારના બંધનથી તેમના પુત્રજ મુક્ત કરી શકે તેમ છે. રાજાઓ તરફથી વધામણીમાં ભેટ આપવા માટે લાવવામાં આવેલા હાથી, ઘેડા, રત્ન, સુવર્ણાદિથી સમુદ્રવિજયનું ભવન પણ સંકડાશ અનુભવવા લાગ્યું. રાજાએ મોટા મહેસવપૂર્વક જ ત્સવ કર્યો, શ્યામાંગ હોવા છતાં પૂર્ણમાના ચંદ્રમા સમાન તેજસ્વી તથા નિર્મલ પુત્રને જોઈ સમુદ્રવિજય રાજાના અંતરમાં સમુદ્રની જેમ હર્ષની લહેરે ઉભરાઈ, પછી જાગરણુ, સૂર્યચંદ્રાદિ દર્શનાદિ મહોત્સવેને કરી પ્રભુને નામકરણ મહોત્સવ કર્યો, પહેલાના આવેલા રૂખાનુસાર પુત્રનું નામ “અરિષ્ટનેમિ” રાખ્યું.
ભવસમુદ્રને પાર કરવાવાળા પ્રભુ આપણને કેવી રીતે મલે? આ પ્રમાણે વિચાર કરતી ભાઈની પત્નીઓએ પ્રભુને રમાડવા, પ્રભુના અંગને સ્પર્શ કરી રાજાના ચિત્તને અત્યંત આનંદ થયે. આ ત્રણે જગતના જીવને આનંદિત કરનારા પ્રભુ શુકલ પક્ષના ચંદ્રમાની જેમ મોટા થવા લાગ્યા.
|
| ઇતિ સપ્તમ સર્ગ સંપૂર્ણ