________________
કરી, સુધર્માધિપતિ જ્યારે પ્રભુને સ્નાત્ર કરવા માટે ચાલ્યા ત્યારે મોટા ઉંચા પ્રમાણુવાળા ચાર વૃષભ ઈશાનેન્દ્ર નિર્માણ કર્યા, પ્રભુના સ્નાત્ર જલને બધા દેવતાઓએ પિતપતાના અંગ ઉપર લગાડયું.
નૃત્ય કરતી સુરાંગનાઓના કટાક્ષથી પ્રભુને જોઈ ઈન્દ્રાણી ક્ષીર સાગરના ભ્રમથી માજન કરવા લાગી ત્યારે ઈને હસવું આવ્યું. વાસવે ગશિર્ષ ચન્દન વડે પ્રભુના શરીરને વિલેપન કર્યું. ક૯૫દુમાદિના પુષ્પોથી પૂજા કરીને ચન્દ્રની પણ પ્રભાને શ્યામ બનાવે તેવું અત્યુજજવલ વસ્ત્ર પહેરાવ્યું, પ્રભુ પિતે સ્વયં મંગલતુલ્ય હોવા છતાં કેન્દ્ર પ્રભુની આગળ દિવ્ય અક્ષતેથી અષ્ટ મંગલની રચના કરી, પ્રભુની સામે અપ્સરાઓનું વિલક્ષણ નૃત્ય કરાવ્યું.
- ત્યારબાદ સુગંધિથી ભરપુર પુષ્પની માળા વડે પ્રભુની પૂજા કરી હે દેવ ! આપ આકાશની જેમ નીરૂપ હોવા છતાં પણ નિલેભ છે, કેઈ નો આધાર લેવા વાળા નહિ હોવા છતાં પણ જગદાધાર છે, એવા આપની તુતિ હું શું કરું? હે નાથ ! આ પૃથ્વી સર્પિણીની જેમ ભયંકર હોવા છતાં પણ આપના દ્વારા આનંદ કારિણી બની છે. આપની દેહ કાંતિ ભિષ્મ એવા ભવબ્રિમને સંતાપ હરનારી છે. આ પ્રમાણે સ્તુતિ કરી શકેન્દ્ર પ્રભુને માતાની પાસે મૂકી, દેવદૂષ્ય અને જંબુદ્વિીપના બે ચંદ્રમાની જેમ બે દિવ્ય કુંડલે બને કાનમાં મૂક્યા.