________________
- ૧૧૨. તે વખતે સ્વર્ગવાસીઓની જેમ નરકવાસીઓને પણ આનન્દ પ્રાપ્ત થયે. ત્રણે લેકમાં પ્રકાશ થયે. શિવાદેવીએ પ્રાતઃકાળમાં ઉત્સુકતાથી રાજાને પિતાને આવેલા સ્વનેની હકીકત કહી બતાવી, રાજાએ પણ તિષિ તથા સ્વપ્ન પાઠકને બેલાવી ઈચ્છિત દાન આપી, સ્વનોનું ફલ પૂછ્યું. ત્યારે તેઓએ કહ્યું કે હાથીની જેમ દાનશૂર, વૃષભની જેમ ધર્મધુરાને વહન કરનાર, સિંહની જેમ પ્રબલ પરાક્રમી, લક્ષ્મીની સમાન વિષ્ણુથી સેવાનારા, માલાની જેમ પિતાની કીતિની સુગંધને ફેલાવવાવાળા, ચન્દ્રની જેમ આંખોને અમૃતસમાન આનંદ આપનાર, સૂર્યની જેમ મહાપ્રતાપી, કુલમાં ધ્વજ સ્વરૂપ, કળશની જેમ વિશ્વનું મંગળ કરનારા, સરોવરની જેમ જગતના સર્વે જીવોની તૃષ્ણને મટાડનાર, સમુદ્રસમાન ગંભીર, વિમાનની જેમ દેવતાઓ સેવનીય, જગત્રયાધીશ તીર્થકરને આપ પુત્રરૂપે જન્મ આપશે.
ચારણમુનિ તથા શકેન્દ્ર આવી સમુદ્રવિજયની તથા શિવાદેવીની સ્તુતિ કરી, બાવીસમા તીર્થંકર પૂત્ર રૂપે આપના ઉદરમાં પધારેલ છે. આ પ્રમાણે કહીને સ્વસ્થાને ચાલ્યા ગયા, જેમ પૃથ્વી નીધિને પોતાના ઉદરમાં વૃદ્ધિ પમાડે છે. તેમ શિવાદેવી માતાએ ગર્ભને કોઈ પણ રીતે બાધા ન આવે તેવી રીતે પાલન કરવા માંડ્યો, નિધિથી ભરેલે ઘડે જોઈને જેમ આનંદ થાય તેના કરતાં પણ અધિક આનંદ સમુદ્રવિજય રાજવીને રાણીની ઉદર વૃદ્ધિ જોઈને થયે.