________________
માટે આ દેશમાં આવવા માટે બીજા દેશવાસીઓ દેવતાએને દરરોજ પ્રાર્થના કરતા હતા.
તે દેશમાં અંલકા અને અમરાવતીથી પણ અધિક સમૃદ્ધશાલી શૌર્યપુર નામે નગર છે. ત્યાં સમુદ્રને પણ પિતાની આજ્ઞામાં રાખવાવાળા શ્રી. સમુદ્રવિજય નામે અખંડ વિર્યગાશ્મીર્યાદિ ગુણના સમુહવાળા રાજા રાજ્ય કરે છે.
જેઓ જ્યારે ક્રોધિત બને છે. ત્યારે દુશ્મને પણ હાથીની જેમ જંગલમાં ભાગી જાય છે. અનુપમ ગુણવંત શિવાદેવી નામે તેમને રાણી છે. જેનામાં ચાતુર્ય, આર્જવ, સૌભાગ્ય, શિલાદિ અનેક ગુણેને ભંડાર હતું, જેમ કાળમીંઢ વાદળના આવવાથી કરીને ચંદ્રમા દેખાતું નથી, તેમ શિવાદેવીના મુખચંદ્રની સામે બીજી સ્ત્રીઓના મુખ શ્યામ દેખાતા હતા.
એવી શિવાદેવી તથા પૃથ્વી એ બનેથી રાજાએ કરેડે પ્રકારના વિષય સુખની પ્રાપ્તિ કરી, કાર્તિક વદ બારસના જ્યારે ચંદ્રમા ચિત્રા નક્ષત્રમાં અને કન્યા રાશિમાં હતું, ત્યારે શંખને જીવ અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી ચવીને (મતિ–શ્રત-અવધિ) ત્રણ જ્ઞાન સંયુત શિવાદેવીની કુક્ષીને વિષે ઉત્પન્ન થયે, મહારાણી શિવાદેવીએ રાત્રિના મધ્ય ભાગમાં ગજ, વૃષભ, સિંહ, લક્ષમી, પુપમાલા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, સરોવર, સમુદ્ર, વિમાન, રત્નનેગંજ, નિર્ધમઅગ્નિ, આદિ ચૌદ મહાસ્વમોને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોયા.