________________
૧૦૯
સર્વે ખેચરોનું સન્માન કરી “શંખે બધાયને વિદાયગિરિ આપી, પિતે રાજહંસની જેમ પિતાના ચરણ. કમલની સેવા કરવા લાગ્યા, આરણ દેવકથી ચવીને સૂર અને ચંદ્રના જીવ પહેલાની જેમ યશોધર અને ગુણધર નામે બે ભાઈઓ બન્યા, એક સમય શ્રીષેણ રાજાએ રાજ્યકારભાર “શંખને સુપ્રત કરી, શ્રીમાન ગુણધરાચાર્યની પાસે સંયમ ગ્રહણ કર્યો
તે રાજર્ષિ જેવી રીતે બાર પ્રકારની તપશ્ચર્યામાં લીન છે તેવી રીતે શેખરાજા પણ બાર પ્રકારના રાજ્યચકને ચલાવવા માટે અપ્રમત્ત છે. શ્રીષેણ મુનિ વાતિકર્મોને. ક્ષય થવાથી કેવલી બન્યા; એકદા વિહાર કરતા કરતા તેઓ હસ્તિનાપુર પધાર્યા, તેઓએ દેશના અ , અનપુર સહિત શંખરાજાએ પણ આવીને ભકિતથી પ્રણામ કર્યા, ધર્મ શ્રવણ કર્યો પછી કેવળી ભગવંતને પૂછયું કે આપના ઉપદેશથી હું જાણું છું કે આ સંસારમાં કઈ કેઈનું નથી. તે પણ આ યશોમતીમાં મારી અધિકતાએ કરીને પ્રીતિ કેમ ?
આપ કૃપા કરીને તેનું રહસ્ય બતાવે, કેવળી ભગવતે પણ સાત ભવથી આવતા તેની સાથેના દામ્પત્ય સંબંધ બતાવ્યા અને કહ્યું કે અહીંથી આયુષ્ય પૂર્ણ કરીને અપરાજિત નામના અનુત્તર વિમાનમાં જવાના છે, ત્યાંથી ચ્યવને આ ભરત ક્ષેત્રમાં યદુવંશમાં જન્મ લઈને નેમિનાથ નામે બાવીસમાં તીર્થકર થવાના છે, અને આ યશોમતી પણ રાજીમતી નામે જન્મ લઈને આપના તરફ અનુરાગિણી.