________________
૧૦૨
પિતાના કુશળ સમાચાર પૂછળ્યા. ત્યારબાદ પોતાની સ્ત્રીઓ, તેમના સંબંધીઓ, સૈનિકે સહિત નગર તરફ જવા નીકળ્યો, નગરની બહાર ઉદ્યાનમાં આવતાની સાથે નગરજને પરચક્રનું આગમન જાણું ભયભીત બન્યા, રાજા હરિન્દી પણ પિતાના સૈનિકે સહિત યુદ્ધના માટે તૈયાર થઈ નગર બહાર આવ્યા, અપરાજિતને જોઈ રાજા આનંદ પામે.
નગરજને તથા અંત:પુર સહિત પુત્રને સત્કાર કર્યો. પિતાના ચરણમાં પુત્રે પોતાનું મસ્તક નમાવ્યું. માતાના પગમાં પડયો, વિમલબોધ પણ પિતાની પત્ની સહિત રાજારાણી તથા માતા-પિતાના પગમાં પડ્યો, રાજાએ અપરાજિતને રાજ્ય ઉપર બેસાડી પ્રવજ્યા ગ્રહણ કરી, તપથી કર્મોને ક્ષય કરીને સિદ્ધિગતિએ પહોંચ્યા, પરસ્પર બાધારહિત, રત્નત્રયીની આરાધના કરતા નિષ્કટક રાજ્યને ચલાવતા, અનુપમ લક્ષ્મીને ઉપભેગ કરતા એક વખત ઉદ્યાનમાં જતી વખતે અપરાજિત રાજાએ નવીન કામદેવ સમાન સકલ સંપત્તિ સમન્વિત અનંગદેવ નામના એક યુવાનને જોઈ, કઈ પાસેથી તેને પરિચય મેળવી મનમાં અધિક ઉલ્લાસ ઉભરાયે, રાજા વિચાર કરવા લાગ્યું કે મારા રાજ્યમાં રાજ્ય કરતાં પણ અધિક વૈભવવાળા પ્રજાજને છે. શ્રેષ્ઠિઓ છે. ખરે. ખર હું પુણ્યશાળી છું. એમ વારંવાર અનંગદેવની પ્રશંસા કરવા લાગ્યા.