________________
તેને ગંગા નદીની સદશ નિર્મલ અને પવિત્ર વિમલા નામે પટ્ટરાણી હતી, સમુદ્રમાંથી ઘણા રાની પ્રાપ્તિ થયા બાદ જે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, તેમ રાજાને ઘણા પૂત્રની પ્રાપ્તિ થયા બાદ વિમલની કુક્ષિથી ધનવતી નામની પૂત્રીની પ્રાપ્તિ થઈ, તેણે બીજના ચંદ્રમાની જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી, બીજી સ્ત્રીઓના રૂપ અને લાવણ્યને તિરસ્કાર કરતાં હોય તેમ તેના અંગ ઉપર રૂપ અને લાવણ્ય ખીલી ઉઠયા, રતિને પણ લજિજત બનાવતી તે ધનવતી યૌવનાવસ્થાને પ્રાપ્ત કરી ચૂકી, એક વખતે સમુદ્રકાન્તા (નદીઓ) ને પ્રસન્ન કરવાવાળી શરદબાતુએ જગત ઉપર પ્રવેશ કર્યો.
સાક્ષાત્ અપ્સરાઓ સમાન પોતાની બહેનપણીઓની સાથે લફમી સમાન ધનવતી હંસના મધુર અવનિથી સુંદર ઉદ્યાનમાં સ્વછંદપણે ફરતી હતી, દરેક ઝાડની પાસે ફરતી ધનવતીએ બે પ્રકારના ચિત્રને હાથમાં ગ્રહણ કરેલા એક મનુષ્યને આસોપાલવના ઝાડ નીચે જે, ધનવતીની સખી કમલિનીએ કૌતુકથી તેના હાથમાંથી ચિત્રપટ લઈ લીધે, તેમાં અનુપમ પ્રકારનું રૂપ જોઈને અત્યંત આશ્ચર્ય ચકિત બનીને તેણીએ પૂછયું કે હે ચિત્રકાર? તે આ ચિત્રપટમાં કોનું ચિત્ર દેયું છે? સુર, અસુર અને મનુષ્યમાં પણ અસંભવિત આ ચિત્રને દેરી તું તારું કલાકૌશલ્ય બતાવે છે?
કારણ કે આ ચિત્રપટમાં દેરેલું ચિત્ર ત્રણે જગતની ૨ચના કરીને ઉદ્વેગ પામેલા, વૃદ્ધાવસ્થા એ બ્રહ્માનું રૂપ