________________
ભગવતે વિહારાદિથી ઉત્પન્ન થનારૂં દુઃખ અત્યંત સુખને આપનારું જણાવેલ છે.
હુ મુનિચંદ્ર નામે ગચ્છવાસી સાધુ છું; ઘણા સાધુઓની સાથે વિહાર કરતે હતે, રસ્તામાં ભૂલે પડવાથી એકલે આમતેમ ફરતે ફરતે અહીં આવી ચડ્યો છું. તરસથી વ્યાકુલ બનીને મૂચ્છ પામી પડી ગયે હતું, તમે બન્ને જણાએ સુદર ઉપચારથી મને ચેતનવંત બનાવ્યો છે. પ્રત્યકારમાં તમને “ધર્મલાભ થાઓ, મૂચ્છથી હું જેમ બેહેશ બની ગયા હતા, તેમ સંસારમાં આસક્ત જીવે પણ મેહથી બેહોશ બનેલા છે. સમસ્ત સંસારમાં ધર્મ એક જ શરણ છે.
મુનિરાજ પાસે બે પ્રકારને ધર્મ શ્રવણ કરી પિતાની પત્ની સહિત ધનકુમારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, મુનીશ્વરને પિતાને ઘેર લાવી ચારે પ્રકારને આહાર આપી, સુપાત્રદાન પુણ્ય ઉપાર્જન કર્યું, સમ્યગૂ ધર્મની આચરણ કરવા માટે એક મહિના સુધી મુનીશ્વરને પિતાના મહેલમાં રાખ્યા, માસકલ્પ પૂર્ણ થયેથી સાધુ વિહાર કરીને પિતાના aછમાં ભેગા થઈ ગયા, ધનવતી તથા ઘનકુમાર શ્રાવક ધર્મમાં દઢ બન્યા, તે બનેને પ્રેમ અવર્ણનીય હતું, હવે તો તે બને સાધર્મિક બનેલા હોવાથી સુવર્ણમાં સુગંધની જેમ રહેવા લાગ્યા, પિતાએ પિતાના રાજ્ય ઉપર ધનકુમાર રાજ્યાભિષેક કર્યો, ધનકુમારે શ્રાદ્ધ ધર્મની મર્યાદામાં રહીને રાજ્ય ચલાવવા માંડયું.