________________
મુનિએ મનથી જ દૂર બેઠેલા કેવળીને પૂછ્યું. તે વારે કેવળી ભગવંતે કેવળજ્ઞાન દ્વારા જાણીને મુનિને નવ ભવાન્વિત નેમિપ્રભુ ચરિત્ર કહ્યું. | મુનિએ અવધિજ્ઞાન તથા મન:પર્યવ જ્ઞાન દ્વારા જાણીને રાજાને કહ્યું કે આપને પૂત્ર નવભા ભવમાં અરિષ્ટનેમિ નામે તીર્થકર થશે. ભરતક્ષેત્રમાં યદુવંશમાં જન્મ લઈને બાવીસમાં તીર્થકર થવાના છે. તે વૃત્તાંત સાંભળી બધા આનંદિત બન્યા, ત્યાર બાદ રાજા વિગેરે નગરજને જૈન ધર્મમાં અધિક અનુરાગવાળા બન્યા, સાધુ મુનિરાજને વંદન કરી ધનકુમારાદિને સાથે લઈ “રાજા પોતાના મહેલમાં આવ્યો, મુનિરાજ અન્યત્ર વિહાર કરી ગયા.”
એક સમય ભૂમંડલ ઉપર ચિમકતુનું આગમન થયું. ભદ્ર હસ્તિની જેમ “ધન, જલક્રીડા કરવા માટે સરોવરમાં સપત્ની ગયે, ત્યાં ગરમીથી ત્રાસિત, શાન્ત. રસથી ભરપુર મૂખાકૃતિવાળા, અશોક વૃક્ષની નીચે મૂચ્છિતાવસ્થામાં વ્યાકુલ અને કલાન્ત પડેલા મુનિવરને જોયા,
ધનકુમાર, શિતોપચારથી તે મુનિવરને સભાન અવસ્થામાં લાવ્યો, મુનિવર્યો જ્યારે સ્વસ્થતા પ્રાપ્ત કરી ત્યારે ધનકુમારે મુનિવર્યને વંદન કર્યું. અને વિનય પૂર્વક કહેવા લાગ્યું કે આપને કઈ પ્રકારે દુઃખ ન થાય, તથા. ગુપ્તતા ન હોય તે આપશ્રી આપની આ સ્થિતિ કેમ થઈ તે મને કૃપા કરીને જણાવશે, સાધુએ કહ્યું કે મને તે ભગવાસ સિવાય કાંઈ જ દુઃખ નથી, પરંતુ જીનેશ્વર