________________
તે મારા ઉપર અનુપમ પ્રકારનો ઉપકાર કર્યો છે દુતિનિવારક કેવળી ભગવાનના દર્શન કરાવી તે ખરેખરી મિત્રતા સાચવી મારા ઉપર ઉપકાર કર્યો છે. રાજાએ કેવળીભગવંતને પૂછ્યું કે સુમિત્રને ઝેર આપી “ભદ્રા” કયાં ગઈ હશે? | મુનિએ કહ્યું કે અહીંથી ભાગીને તે વનમાં ગઈ -ત્યાં ચોરોએ તેના આભૂષણો લઈ લીધા, તેણને પદ્ધિપતિને સુપ્રત કરી. પદ્વિપતિએ વાને ત્યાં વેચી. ત્યાંથી ભાગી છૂટી દાગ્નિમાં બળી ગઈ પહેલી નારકને વિષે ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળીને ચાંડાલને ત્યાં ચાંડાલ તરીકે ઉત્પન્ન થશે. ગર્ભાવસ્થાના પ્રસંગે સપની (શક્ય)થી મરીને ત્રીજી નારકીમાં ઉત્પન્ન થશે. ત્યાર બાદ તિર્યંચ એનિમાં ઉત્પન્ન થઈ સંસારમાં પરિભ્રમણ કરશે.
કેવલી ભગવંતના મુખથી “ભદ્રા”નું વૃત્તાંત સાંભળી રાજાએ વિચાર કર્યો કે જેને ખતર તેણે પાપ કર્યું. તે તે અત્યારે અહીં જીવંત છે. અને તેણી નરકે ગઈ. સંસાર કે ભયંકર અને વિચિત્ર છે? જેમાં માતા પણ પુત્રને ઝેર આપે છે ? અરે ! આ સંસાર સર્વથા ત્યજવા યોગ્ય છે. સુમિત્ર ભદ્ધિ બની પિતાને કહેવા લાગે કે હે પિતાજી ! મારા જીવતાં મારી માતાને ખૂબ જ દુખ સહન કરવું પડ્યું છે. વળી રાંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપુર છે. આપ મારા ઉપર પ્રસન્ન બનીને મને આજ્ઞા આપે તે હું અધમે દ્ધારક એ ભાગમતી પ્રવ યાને ગ્રહણ કરૂં.