________________
- ૭૮ કરી શકશે કે નહી? ત્યારે તેણે મને વિશ્વાસપૂર્વક કહ્યું કે તારી સખી ધનવતી, મનમાં ચિન્તવેલા પતિને જરૂરથી પ્રાપ્ત કરશે.
, માટે હે સખિ! તું મનમાં વૈર્ય ધારણ કર, નિર્બળતા છોડી દે, શંકા રહિત બન, કમલિનીથી આશ્વાસન પામેલી ધનવતી માતા પાસે ગઈ અને પ્રકારના શૃંગાર તથા વૈવિધ્યપૂર્ણ અલંકાર યુક્ત બનીને પિતા પાસે ગઈ. ધનવતીના માટે પતિની તપાસમાં રાજા ચિંતાતુર બનીને બેઠે હતે, એટલામાં પહેલેથી વિક્રમધનની સભામાં મોકલાવેલ દૂત તે જ સમયે પાછા આવ્યે, રાજ્યકાર્યની વાતચિત કર્યા બાદ તે મૌન થઈ ગયો.
તે વારે રાજાએ પૂછયું કે તેં કાંઈક નવીન જોયું કે ? દૂતે કહ્યું કે હે રાજન ! જે રૂપ વિદ્યાધરે, સૂર, નરેન્દ્ર કે અસૂર પાસે નથી તેવું અદ્દભૂત રૂપ વિક્રમધનના પુત્રનું હું જોઈ ને આવ્યું છું; તેનું રૂપ જોયા પછી વિચાર કર્યો કે ધનવતી, માટે તે એગ્ય પતિ છે. વિધાતા પણ તે બન્નેને યોગ સાધી આપી યશ પ્રાપ્ત કરે તેવી મારી ઈચ્છા છે. રાજાએ પ્રસન્ન બની દૂતની ખૂબ જ પ્રશંસા કરી, અને કહ્યું કે તું જ વિકમધન રાજવી પાસે જઈને ધનવતીના માટે ધનકુમારની માગણી કર.
રાજાને પ્રણામ કરવા આવેલી ધનવતીની નાનીબેન ચંદ્રાવતીએ પિતાની અને દૂતની વાત સાંભળી આનંદપૂર્વક જલ્દીથી મહેલમાં જઈને ધનવતીને સાંભળેલી વાત કહી.