________________
G
અત્યંત સુંદર પરિણામ તથા અદ્ભૂત ફળની પ્રાપ્તિ થશે. ધારિણું રાણું એ સવારના ઉત્સાહપૂર્વક રાજાને રાતના . સ્વપ્નની વાત કરી. રાજાએ પણ પંડિતે સાથે વિચારણા કરી. તેઓએ સ્વપ્નનું ફલ પુ2ત્પત્તિ બતાવી. સહકાર વૃક્ષને અલગ અલગ નવ જગ્યાએ રેપવાથી શું ફલ. પ્રાપ્ત થશે, તે હમે જાણતા નથી. ફક્ત “કેવલી ” જાણી શકે છે.
ધારિણી રાજા તથા પંડિતે પાસેથી આનંદપૂર્વક વાત સાંભળી સુખપૂર્વક ગર્ભનું પોષણ કરવા લાગી. ત્યાર બાદ નવ મહિના અને થોડાક દિવસ બાદ દેવભૂમિમાં જેમ કલ્પવૃક્ષ ફળ આપે તેમ ધારિણીએ પુત્રરત્નને જન્મ આપે.
રાજાએ હર્ષોલ્લાસપૂર્વક દશ દિવસ સુધી દાન આપી ઉત્સવ કર્યો. બારમે દિવસે રાજાએ કુલવૃદ્ધાઓને વસ્ત્રાભરણ. રત્નાદિ દ્વારા બહુમાન કરીને પુત્રનું નામ “ધન ' રાખ્યું. આશાઓને પ્રકાશિત કરનાર તે પુત્ર શુકલપક્ષના ચંદ્ર માની જેમ માતાપિતાને આનંદ આપતો મોટો થવા લાગે. તેને નિશાળે ભણવા મૂકો. અ૫ મહેનત વડે પંડિત પાસે પૂર્વજન્મના સંસ્કારને સચોગથી કરીને અનેક પ્રકારની કલાઓ, શા તથા તત્વને અભ્યાસ કર્યો. અનુક્રમે ધન” યૌવનાવસ્થાને પામ્યો.
કુસુમપુરમાં અનેક પ્રકારના પાપકર્મોને કરનારો સિંહ સમાન અત્યન્ત ઉદ્ધત અને કૃર સિંહ નામને રાજા હતે.