________________
૭૨
દેવકીજીને પાછી આપી, જેનાથી દેવકીજી ખુબ જ આનંદિત બન્યા.
ત્યારબાદ ગાયનું વ્રત છે. તેમ કહીને દેવકીજી દરરોજ રાતના વ્રજમાં જતા હતા, પોતાના પુત્રને યશદાના ત્યાં જોઈને આનંદ પ્રાપ્ત કરતા હતા, ત્યારથી ગાયનું વ્રત ચાલુ થયું. પિતાના વેરથી સૂપની પુત્રી શકુનિ અને પુતના વસુદેવના ઉપર અપકારને બદલે લેવામાં નિષ્ફળ જવાથી વિદ્યા બળ વડે વસુદેવના પુત્ર જાણી મારવા માટે તે બન્ને કુળમાં આવી. પુતનાએ ઝેર
પડેલા પિતાના સ્તન વડે કૃષ્ણને સ્તનપાન કરાવ્યું. અને શકુનિ ગાડા ઉપર ચઢાવીને શ્રી કૃષ્ણને પાડવા લાગી પણ દેવતાઓએ શ્રી કૃષ્ણનું રક્ષણ કર્યું.
નન્દ, જોયું કે શ્રી કૃષ્ણ કુશલ છે અને ગાડાના પડી જવાથી અને વિદ્યાધરીએ કચરાઈને મરણ પામી છે. કૃષ્ણ કયાંય ચાલી ન જાય માટે તેમને દોરીથી બાંધ. વામાં આવતા હતા, એટલામાં “સૂર્પક પિતાના પિતામહનું વેર લેવા માટે અજુન બનીને આવ્યે, શ્રી કૃષ્ણનું રક્ષણ કરનારી દેવીએ તેને નાશ કર્યો. ગોકુળથી બધી ગોપીઓ શ્રીકૃષ્ણને “દામોદર ” કહીને બોલાવતી હતી.
શ્રી કૃષ્ણ અનેક પ્રકારની કડાઓને કરતાં આનંદપૂર્વક ગોકુળમાં રહેતા હતા, ઉપદ્રવના અનેક પ્રકારના સમાચાર જાણે વસુદેવે શૌર્યપૂરથી રહિણી પૂત્રને, “રામ, ને બોલાવી કૃષ્ણના રક્ષણ માટે મૂક્યા, રામથી શિક્ષણને