________________
નિયુક્ત કરેલા પક્ષકે નિદ્રાવસ્થામાં હતા, પુત્રજન્મ બાદ તરત જ દેવકીજીએ “વસુદેવને, કહ્યું કે આપના ભેળપણથી છ પુત્ર કસે મારી નાખ્યા છે, આને પણ “કસ, મારી નાખશે, માટે આપ તેનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરો.
જિનેશ્વર ભગવંતના વચને છે કે માયાથી પણ જીવનું રક્ષણ કરવું જોઈએ. માટે તમે આને લઈને માતામહને ત્યાં મૂકી આવે, મારાથી પણ અધિક વાત્સલ્યવાળી યશોદા આપણુ પુત્રનું લાલન, પાલન અને રક્ષણ કરશે, વસુદેવ તે બાળકને લઈને ચાલવા લાગ્યા, માર્ગમાં આઠે દિશાઓમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી, તેની આગળ સફેદ બળદના રૂપમાં દેવતાઓ ચાલવા લાગ્યા, જતાની સાથે નગરના દરવાજા એકાએક ખુલી ગયા, ગાયના વાડા પાસે ઉગ્રસેન નામના રક્ષકે પૂછ્યું કે આ કરંડીયામાં
શું છે?
વસુદેવે તે કરડીએ ખેલીને બતાવ્યો, અને કહ્યું કે તમે આ વાત કોઈને કહેશે નહી. વસુદેવ “નંદન, ને ત્યાં આવ્યા, ત્યાં યશોદાએ પણ પુત્રીને જન્મ આપ્યો હત, પુત્રને ત્યાં મૂકી યશોદાએ જન્મ આપેલી બાળકીને લઈ વસુદેવ પિતાના સ્થાનમાં આવ્યા, ત્યારે કંસના રક્ષકે જાગ્રત થયા, પુત્રીને જન્મ જાણીને પુત્રી લઈ કંસને સમર્પિત કરી, કંસ તે પુત્રીને જોઈ મુનિના જ્ઞાન ઉપર હાંસી કરવા લાગ્યા, અને હસીને કંસ રાજાએ તે પુત્રી