________________
પહેલાં તે દેવકે નારદજીના આ વ્યવહારને અનુચિત સમઅને કન્યા આપવાને માટે “ના, કહી દીધી, બાદમાં અંતઃપુરમાં જઈને બધાનો વિચાર લઈ દેવકીજીના લગ્નની હા, કહી દીધી, શુભમુહૂર્તે બંનેના લગ્ન થયા.
એક દિવસ કંસના ત્યાં કોઈ મુનિ આવ્યા, કંસની સ્ત્રી “જીવયશા, વિવાહોત્સવમાં પૂર્ણ આનંદને અનુભવ કરી રહી હતી. મુનિએ જીવયશાને કહ્યું કે આના સાતમા ગર્ભથી તારા પિતા (જરાસંઘ) અને તારા પિતા (કંસ) નું મૃત્યુ થશે. મુનિના શબ્દો સાંભળી “જીવયશા, બેબાકળી બની ગઈ.
તેણએ પિતાના પ્રિયતમ કંસ રાજાને કહ્યું, કંસ પ્રેમપૂર્વક વસુદેવને ત્યાં આવ્યા, વસુદેવે તેમનો સુંદર સત્કાર કર્યો, અને બોલ્યા કે તમે તે મને મારા પ્રાણથી પણ અધિક પ્રિય છે, તમારે જે કહેવું હોય તે કહે, તમારા શબ્દોને હું પૂરેપૂરો અમલ કરીશ, તે વારે કંસે કહ્યું કે હે મિત્ર! તમે દેવકીના સાત બાળકે જન્મતાની સાથે જ મને સુપ્રત કરજે, સરળ સ્વભાવી વસુદેવ, કંસના કપટને સમજી શક્યા નહી. અને કંસની વાત માન્ય કરી, “કંસ, પિોતાના સ્થાનમાં આવ્યા.
આ બાજુ દેવકી સહિત વસુદેવે સત્ય બીના જાણી ત્યારે અત્યંત દુઃખી થયા, અને વસુદેવ પશ્ચાતાપ કરવા લાગ્યા, કેમ કે કંસની સાથે વચનથી બંધાઈ ગયા હતા.