________________
તે વારે દવદન્તીએ કહ્યું કે હે કુબેર ! જ્યાં મારા આર્યપૂત્ર પિતાને પગ મૂકશે ત્યાં મારું ઘર હશે, ત્યાંનાં વૃક્ષે મારા માટે કલ્પવૃક્ષ હશે, આગળ ચાલતાં નલરાજાએ દવદન્તીને પૂછયું કે હે પ્રિયે ! આપણે કઈ તરફ પ્રયાણ કરીશું. ત્યારે તેણીએ કુંડિનપુર જવા માટે સંકેત કર્યો, અને બંને જણાએ તે તરફ પ્રયાણ કર્યું. આગળ ચાલતાં જગલના ભયંકર માગમાં ભિલે એ બન્ને જણ ઉપર આક્રમણ કર્યું. પણ દવદન્તીના સતીત્વના પ્રભાવથી તે ભિલે ભૂતની માફક ભાગી ગયા.
પરંતુ આગળ જતાં બીજા સ્વેચ્છાએ સારથિને મારી રથ પડાવી લીધે, બને જણ અત્યંત ચિંતાતુર બન્યા, પગે ચાલવા લાગ્યા, ડેક દૂર ગયા બાદ દવદન્તીને ખૂબ જ થાક લાગે, તે વખતે નલરાજાએ કહ્યું કે હે પ્રિયે? એક યોજન લાંબા જંગલમાં આપણે હજુ ફક્ત પાંચ
જન પ્રમાણ આવ્યા છીએ, માટે હિંમત રાખીને ચાલવામાં ઉઘમ રાખે, રાજા જ્યારે રાણને હિંમત આપે છે તે વખતે સૂર્ય પણ અસ્તાચલે પહોંચે.
કાળમીંઢ જેવી ભયંકર રાત્રીએ પિતાનું ભયાનક સ્વરૂપ જંગલમાં દેખાડવાની શરૂઆત કરી, જેમ જેમ કાજળ ઘેરી રજની પિતાની ભયંકરતા વધારતી ગઈ તેમ તેમ દવદન્તી વધારે ભયભીત બનવા લાગી. અને બોલી કે પશ્ચિમ ભાગમાંથી ગાયને અવાજ આવે છે. અવશ્ય ત્યાં કઈ હશે જ. માટે ત્યાં જઈએ અને રાત્રિ શાંતિથી પસાર