________________
પ્રશંસા કરું છું. તારા ઉપર પ્રસન્ન છું. તારું કોઈપણ કાર્ય કરવા માટે હું તૈયાર છું.
ત્યારે તેણુએ રાક્ષસને કહ્યું કે ખરેખર તું મારા ઉપર પ્રસન્ન છે તે તું કહે કે મને મારા પતિને મેળાપ ક્યારે થશે? રાક્ષસે કહ્યું કે તું ચિન્તા કરીશ નહીં. આર વર્ષ પછી તને તારા પતિને મેળાપ થશે. અને તે પણ તારા પિતાના ત્યાં જ થશે. જે તારી ઈચ્છા હોય તે તને તારા પિતાના ત્યાં એક ક્ષણમાં મૂકી જાઉં.
તને તારા પતિ પાસે લઈ જવી અથવા તારા પતિને તારી પાસે લાવો તે તાકાત હાલમાં મારી તે શું પણ સાક્ષાત્ ઈંદ્રની પણ નથી. કારણ કે કર્મથી બળવાન કઈ જ નથી; તારા ભાગ્યમાં જ પતિ વિયેગ લખાયેલ છે. તેને કઈ મિથ્યા કરી શકે તેમ નથી. તે વારે દવદન્તીએ કહ્યું કે તે પતિ મિલનની મને વાત કરીને મારા ઉપર મેટે ઉપકાર કર્યો છે. હવે તું તારા સ્થાનમાં જા, તારું કલ્યાણ થાવ, હું પરપુરૂષના સ્પર્શને પણ અનિષ્ટ માનું છું. ‘તું જૈન ધર્મમાં શ્રદ્ધા રાખજે, આ પ્રમાણે બોલી રાક્ષસ પોતાનું તિમય સ્વરૂપ બતાવી પોતાના સ્થાને ચાલ્યા ગયે.
દવદન્તીએ પણ મનથી અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી પ્રાણનાથ નલરાજાને મેલાપ થાય નહીં. ત્યાં સુધી તાંબુલ, પુષ્પ, આભૂષણ, રંગીનવસ્ત્ર, સુગંધી વિલેપન, તથા રસત્યાગ કરવો, સિંહણની માફક નિર્ભય બનીને