________________
વાર કર્યો છે. તેમાં કાંઈ જ આશ્ચર્ય નથી, થોડીવાર પછી નલરાજાને ઝેર ચઢવા લાગ્યું. અને તેનું શરીર કુબડા જેવું શ્યામ પડી ગયું. વાંદરાની જેમ શ્યામ તથા પીળું પડી ગયું હતું. મૂખના જેવું મેટું, ઉંદરના જેવા કાન, શિયાળના જેવા દાંત, ઉટના જે કંઠ, અને બિલાડીના જેવી આંખ થઈ ગઈ.
નલરાજા પિતાની વિરૂપતા જોઈને ખૂબ જ દુખી થયા, તેણે મને મન વિચાર કર્યો કે જુગારથી રાજ્ય ગયું. અને પ્રિયા ત્યાગથી શરીર પણ નષ્ટ થઈ ગયું. હવે પણ ખબર નથી પડતી કે અશુભ કર્મોદય આગળ કે પ્રભાવ બતાવશે? આ પ્રમાણે ચિન્તા કરતે નલરાજા ઉભે છે. તે વારે તે જ સર્ષે પિતાનું દિવ્યરૂપ ધારણ કર્યું અને નલરાજાને આશ્વાસન આપતાં કહ્યું કે હે વત્સ! તું ચિંતા કરીશ નહી. હું તારે પિતા છું. મેં તને રાજય સુપ્રત કરીને પ્રવજ્યા અંગીકાર કરી હતી, ચારિત્રના પ્રભાવે હું બ્રહ્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયે છું. તે બધા રાજાએને જીતી લઈ તારા તે દુશ્મન ઊભા કર્યા છે. તારા આ રૂપથી તને કેઈ ઓળખશે નહી અને તેને કોઈ જ મુશ્કેલી પડશે નહી. તારા આ કદ્રુપા શરીરથી તને કેઈ રાજા કાંઈ પણ કરી શકશે નહી. હમણાં તારા માટે દીક્ષા ઉચિત નથી, કારણકે સંપૂર્ણ અર્ધભરતને ઉપભોગ તારા માટે બાકી છે.
દીક્ષા સમય જ્યારે આવશે ત્યારે હું તને સૂચના