________________
પાસે વંદન કરવા ગયા, ત્યાં મુનીશ્વરે તેઓને ભવવૈરાગ્યકારિણી દેશના આપી, દેશના સાંભળી તે બન્ને જણાએ પિતાને પૂર્વ વૃત્તાંત મુનીશ્વરને પૂછયો, મુનિએ કહ્યું કે હે રાજન! તે મુનીશ્વરને દૂધનું દાન આપ્યું તેના પ્રભાવથી તમને રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થઈ, દવદન્તીએ શિયલ તપની ઉત્કૃષ્ટ આરાધના કરી જેનાથી તેને અત્યુત્તમ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ તમે બંને જણાએ મહામુનીશ્વરને બાર ઘડી સુધી કષ્ટ આપ્યું તેનું ફળ બાર વર્ષ સુધી તમે બન્ને જણાએ દુઃખ ભેગવ્યું.
આ સાંભળી રાજારાણીએ “અર્થ અને કામ” થી પિતાના મનને હઠાવી ધર્મધ્યાનમાં ચિત્તને સ્થિર બનાવ્યું. પિતાના પુત્ર પુષ્કળને રાજ્યગાદી સુપ્રત કરી. નલરાજાએ દવદન્તી સહિત સંયમ અંગિકાર કર્યો, દવદન્તી સાધ્વીએ સાવજની સાથે વિહાર કર્યો, નલરાજાએ જિનસેન ગુરૂ મહારાજની સાથે વિહાર કર્યો, એક વખતે વિહારમાં એક ગામમાં સાધુ સમુદાય તથા સાધ્વી સમુદાય એકત્રિત થયા,
જ્યાં સાધ્વીજીને જેઈ “નલ ”નું ચિત્ત કામાતુર બન્યું. કારજવરથી તેનું અંગેઅંગ બળવા લાગ્યું.
ગુરૂમહારાજને ખબર પડવાથી નલને ત્યાગ કર્યો, તે વારે સ્વર્ગેથી આવી નિષધદેવે નલમુનિને ઉપદેશ આપે, અને કામનું મૂળ જે સંકલ્પ છે તેને છેડવાનો આગ્રહ કર્યો, દેવ ઉપદેશ આપી સ્વર્ગમાં ચાલી ગયા, દેવના ગયા બાદ, નળમુનિએ અનશન ગ્રહણ કર્યું નલ ઉપરના