________________
*
૫૮
સ્તુતિથી પિતાને થયેલે અનુભવ, ગીત સાંભળી નલ રાજાનું રડવું, ભેજ્ય વસ્તુ તથા વસ્ત્રાલંકારથી પોતાનું બહુમાન અને ધૃણા ઉત્પન્ન થાય તેવી વિરૂપતા, વિગેરે તમામ હકીકત ભીમરાજાને કહી બતાવી. તે સાંભળીને દવદન્તીએ કહ્યું કે હે પિતાજી ! આપ સદેહને ત્યાગ કરો. તે પિતેજ “નલરાજા છે' આ બધા કાર્ય નલરાજા સિવાય બીજાના હોઈ શકે જ નહી.
કોઈપણ હેતુપૂર્વક તે કુબડાને અહીં બોલાવવામાં આવે તે તેની વિશેષ ચેષ્ટાઓથી હું નિશ્ચય કરી શકીશ, ત્યારે ભીમરાજાએ કહ્યું કે આપણે એક અલિક (બનાવટી) સ્વયંવરની વાત કરીને દધિપણું રાજાને લાવીએ. કે જેથી સ્વયંવરનું નામ સાંભળી તે જલદીથી અહીં આવશે. અને તે કુજ પણ નલ રાજા હશે તે આ વાત સાંભળીને તરતજ અહીં જ આવશે. વળી નલરાજા પિતે અશ્વહૃદય વેદી છે. રથના અશ્વોની ગતિથી પણ તેમને પત્તો લાગી જશે. - આ પ્રમાણે વિચાર કરીને ભીમરાજાએ દધિ પણ રાજા તરફ દૂતને મોકલાવ્યું. તેણે ત્યાં જઈને કહ્યું કે ભીમરાજાએ તથા દવદન્તીએ આપની પાસે મને મેકલાવેલ છે. ચૈત્ર સુદ પાંચમના પ્રાતઃકાલ સમયે સ્વયંવર છે. મારી તબીયત બગડવાથી મને અહીં આવવામાં મેડું થઈ ગયેલ છે. આ પ્રમાણે કહીને દૂત ચાલી નીકળે અને રાજા ચિન્તા કરવા લાગે, કે થોડા વખતમાં કઈ રીતે