________________
વર્ષાકાલ વિતાવવાને માટે એક ગુફામાં શાન્તિનાથ ભગવાનની વેળુની પ્રતિમા બનાવી, સ્થાપના કરી પોતાની મેળે વૃક્ષ ઉપરથી પડેલા ફૂલે વડે પ્રભુપૂજા કરવામાં વ્યસ્ત બનીને રહેવા લાગી. એથભાના અંતે તેણીએ પ્રાસુક અને પાકેલાં ફળવડે પારણું કર્યું. - આ તરફ સાર્થવાહે સાર્થમાં દવદન્તીની તપાસ કરી, પણ તેણીને નહિ જેવાથી અત્યંત ચિંતાતુર બનીને શોધવા લાગે. શેઘતો શેપતે તે સાર્થવાહ ગુફા પાસે આવ્યા, ત્યાં દવદન્તીને જોઈ સાર્થવાહ વિસ્મયવાળે થયે, અને હર્ષિત થ, પૂજા સમાપ્ત થયા બાદ દવદન્તીએ પણ સાર્થવાહને સત્કાર કર્યો. ગંભીર અને ધીરવાણીથી આહંતુ ધર્મ સાર્થવાહને બતાવ્યો, તે સમયે થોડાક તાપસે પણ ત્યાં આવ્યા, સાર્થવાહે દવદન્તીને ગુરૂ માની આહંત દર્શનને પ્રાપ્ત કર્યું.
એટલામાં આકાશમાંથી પત્થરને વરસાદ વરસવા લાગે. તેનાથી બધા ભયભીત બન્યા, દવદન્તીએ પિતાના શિયલના પ્રભાવે વાદળને પત્થરના બદલે પાણી પડવા માટે કહ્યું અને પત્થરનો વરસાદ બંધ થયો, વસન્તદેવ સાર્થેશે કહ્યું કે હે દેવી! તમે કયા દેવની આરાધના કરો છે? તેણુએ કહ્યું કે હું ભાવી સલમા તીર્થંકર શ્રી. શાંતિનાથજીની આરાધના કરું છું. તેઓશ્રીના પ્રભાવથી આ બધું બની રહ્યું છે. સાર્થવાહે ત્યાં એક સુંદર નગર: બંધાવ્યું. દવદન્તીએ ત્યાં પાંચસે તાપસને પ્રતિબંધ કર્યો તેથી તે નગરનું નામ “તાપસનગર' રાખવામાં આવ્યું..