________________
અયોગ્ય પગલું ભરતા અટકાવે, અને કહ્યું કે પતિની સાથે પ્રયાણ કરતી દવદન્તીને જેઈ આપે આપના હૃદયમાં વિચાર કરવો જોઈએ.
આપે રાજ્યને થોડેક ભાગ આપી રાજેશ્વરશ્રી “નલનું બહુમાન અને સત્કાર કરે જોઈએ, પરંતુ માયાવી કુબેરને મંત્રીઓની વિનંતીના શબ્દો અસર કરી શક્યા નહી ત્યારે મન્ત્રીઓએ કહ્યું કે વિશેષ નહી તો પણ આપે આપના મોટાભાઈને વિવેકની ખાતર પણ રથ આપવું જોઈએ, તે વારે કુબેરે એક રથ લઈ જવા માટે “નલરાજાને કહ્યું. પણ નલરાજાએ આવશ્યકતા નથી તેમ કહીને રથને અસ્વીકાર કર્યો, અને પ્રયાણ કર્યું. મંત્રીઓ પણ સાથે ચાલવા લાગ્યા, રડતા અવાજે મંત્રીઓએ નલરાજાને કહ્યું કે આપના પ્રત્યે અમારી નિશ્ચલ ભક્તિ છે.
વળી કુબેરને આપના પ્રત્યેની ભક્તિ બતાવવાને અમારા માટે અવસર છે. પરંતુ જુગારમાં રાજ્ય હારી ગયા તેમાં અમે પણ કુબેરને સ્વાધિન થયા છીએ, માટે અમે અહીંથી પાછા ફરીએ છીએ, પરંતુ આપની સાથે આપે કરેલા સુકૃત્ય તથા દવદન્તી આવે છે, દવદન્તી અત્યંત સુકોમળ છે, પ્રવાસ નહી કરી શકે માટે આપશ્રી એક રથને સ્વીકાર કરે, મંત્રીઓની વિનંતીથી નલરાજાએ રથને સ્વીકાર કર્યો, દવદન્તીને રથમાં બેસાડી, નાગરિકે તથા મંત્રીઓની વિદાયગિરિ લઈને રથને ઝડપી વેગે ચલાવી મૂક્યું.