________________
કરી તક્ષશિલાના રાજ્ય ઉપર કદમ્બના પુત્ર જયશકિતને પિતાની વિજય શકિતના હર્ષ પૂર્વક બેસાડ. ' આ પ્રમાણે સમસ્ત અર્ધ ભરત ઉપર પિતાનો અધિકાર નલરાજાએ સ્થાપિત કર્યો, કુશલતા પૂર્વક પિતાની કોશલા નગરીમાં પ્રવેશ કર્યો. તમામ ખંડિઆ રાજાએ ભેગા થઈને નલરાજાનો અર્ધ ભારતના અધિપતિ તરીકે પટ્ટાભિષેક કર્યો, નલરાજા નિર્વિદનપણે રાજ્ય કરવા લાગ્યા, યુવરાજ કુબેર બહારથી શાંત, ગંભીર, આજ્ઞાંકિતને દેખાવ કરતો હતું, પણ અંદરથી કુટિલતા ભરેલી હતી, તેની ઈચ્છા પણ કપટટ્યુક્તિથી પણ નલરાજા પાસેથી રાજ્ય પડાવી લેવાની હતી. જ્યારે તેની પાસે રાજ્ય પ્રાપ્તિ માટે ઉપાય ન રહ્યું ત્યારે જુગારમાં નલરાજાને જીતવાનો વિચાર કર્યો.
એક દિવસે કુબેરે નલરાજાને જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું. નલરાજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો, તે વખતે ચતુર મહામંત્રિએ નલરાજાને સમજાવ્યા અને કહ્યું કે ધર્મ, કલા, કુલ, શિલ, સત્ય, કૃતજ્ઞતા, દયા, કિયા, રાજ્ય વિભૂતિ, સદ્ગતિ, બુદ્ધિ, શરીર, નેહ,
કપ્રિયતા, આ બધા સદ્ગુણે જુગારથી નાશ થાય છે. માટે આપશ્રી જુગારનો ત્યાગ કરો. પરંતુ નલરાજાએ મસ્ત્રીના એક પણ શબ્દને સ્વીકાર કર્યો નહીં. - નલ તથા કુબેર બને જણ જુગારમાં આસકત બન્યા. ઘણા વખત સુધી બન્ને પક્ષ બરાબર (સમતલ) રહ્યા, કુબેરે કૂટનીતિથી નલરાજાના અન્તઃપૂર સહિત સમસ્ત રાજ્યને જીતી લીધું, કુબેરે નિર્દયતાથી નલરાજાને રાજ્યમાંથી ચાલી જવા માટે કહ્યું. મંત્રીઓએ કુબેરને ખૂબ જ