________________
ભાષામાં કહ્યું અને આપ જે આજ્ઞાને સ્વીકાર નહિ કરે તે આપની ઉપર આક્રમણ કરવામાં આવશે, તે આક્રમણને રોકવું આપના માટે અતિ મુશ્કેલ છે. કારણકે મેટા પ્રમાણમાં આપની ઉપર આક્રમણ કરવામાં આવશે. દૂતના વચન સાંભળીને, “કદમ્બ રાજવી પિતાની વીરતાના ઘમંડમાં ત્રણે લેકમાં પિતાને વીર પુરૂષ તરીકે માનતે, બીજાઓને કાયર માની તુચ્છકાર હતું, દૂતની વાતને અસ્વીકાર કરવા પૂર્વક યુદ્ધનું આહ્વાન કરવા લાગ્યા.
દૂત ત્યાંથી પાછા આવી કદમ્બ રાજવીની વીરતાનું વર્ણન કરવા લાગે. યુદ્ધના આહવાનની પણ વાત કરી, દૂતની વાત સાંભળીને તરત જ નલરાજાએ, યુદ્ધની તૈયારી માટે મંત્રીને આદેશ આપે. રાજાની આજ્ઞા મલતાંની સાથે જ ચતુરંગ સેનાએ શસ્ત્રાસથી તૈયાર થઈને પ્રયાણ કર્યું. શિઘ્રતાથી પ્રયાણ કરતી સેનાએ તક્ષશિલાની સીમા ઉપર પડાવ નાખે, “કદમ્બ' રાજવીએ પણ તને ગયા બાદ સેના તૈયારીને હુકમ આપ્યો હતો, અને સેનાએ વચ્ચે તુમુલ યુદ્ધના મંડાણ થયા હતા.
“કદમ્બ રાજવીએ કંદ યુદ્ધને સંક્ત કર્યો, જેને નલરાજાએ સ્વીકાર કર્યો. બન્નેની વચ્ચે ભયંકર યુદ્ધ થયું, અને ભરત ચક્રવર્તી જેવી રીતે બાહુબલિથી પરાજિત થયા તેવી રીતે નલરાજાથી કદમ્બ રાજવી પરાજિત થયે, કદમ્બ રાજવીએ યુદ્ધ ભૂમિ ઉપર સંસારથી વિરક્ત બનીને પ્રવજ્યા ગ્રહણ કરી. નલરાજાએ મધુર વચનેથી મુનીશ્વરની સ્તુતિ