________________
સંમતિ દર્શાવી, નિષધરાજાએ શુભમુહૂર્ત “નલને રાજ્યાભિષેક કર્યો તથા કુબેરને યુવરાજના પદે સ્થાપિત કર્યા, બાદ અને પુત્રની રજા લઈને નિષધ રાજવીએ પ્રવજ્યા ગ્રહણ કરી, ત્યારથી ભૂમંડલ ઉપર નિષધ રાજર્ષિ તરીકે પ્રસિધ્ધ થયા, ઘાતિ તથા અઘાતિ કર્મનો ક્ષય કરી નૈષધ રાજર્ષિ મુક્તિએ ગયા.
અનેક રાજવીઓથી સેવાતા નલરાજા અધ ભરતક્ષેત્ર પર પોતાનું રાજ્ય ચલાવતા હતા, નલરાજાએ એક દિવસ મહામંત્રીને પૂછયું કે, હે મહામંત્રીશ્વર ! પિતાજીએ આપેલા રાજ્ય ઉપર હું રાજ્ય કરું છું કે, તેથી વધારે વિસ્તારવાળા રાજ્ય ઉપર મારો અધિકાર ચાલે છે?
મહા મંત્રીશ્વરે કહ્યું કે આપના પિતાજી અર્ધ ભરત ક્ષેત્રના બે તૃતિયાંશ ભાગ ઉપર રાજ્ય કરતા હતા. ત્યારે આપતો બસે જન ઓછા અર્ધ ભરત ક્ષેત્ર ઉપર રાજ્ય કરી છે. પરંતુ બસે જન ભૂમિને માલિક તક્ષશિલાને રાજવી “કદમ્બ, આપની આજ્ઞાને માનતા નથી, પૂર્વે આપણે તેની ઉપેક્ષા કરી હતી, પણ આ વખતે આપણે તેને આપણે આજ્ઞાંકિત બનાવવાના છીએ, તેની સાથે યુદ્ધ કરતાં પહેલાં આપણા “સામશિતલ” નામના દૂતને પ્રથમ ત્યાં એકલીએ, બળવાન રાજાઓની પણ આ પ્રકાનીજ રાજ્યનિતિ હોય છે. રાજાએ મન્ત્રીના વિચાર અનુસાર અનુચર સહિત દૂતને મેક.
“કદમ્બ, રાજવીની સભામાં જઈને “તે, પરિમિત