________________
છે. તેવા શ્રીમાન કૌશલ દેશના રાજા “નિષધ, છે, તેમના પુત્ર પવનથી પણ સ્પર્ધા ન કરી શકાય તેવા “નલદેવ છે જેમને દેખી કામદેવને ઉત્પન્ન થવાની દહેશતથી શંકર કૈલાસ જતા રહ્યા છે. જેઓના બન્ને હાથ બીજાઓને ઈચ્છીત વસ્તુઓ આપી કૃતાર્થ થયેલા છે. અને કલ્પ. વૃક્ષોને નામશેષ બનાવ્યાં છે.
શત્રુઓના માટે દાવાનલ રૂપ જેઓની ભૂજાબલનું ગીત અહર્નિશ અપ્સરાઓથી ગવાય છે. એવા ગુણવાળા નલરાજા, તને પિતાને પ્રેમ સમર્પણ કરે છે. અન્યરાજાઓને છેડી દઈ પુણ્યના પાણીથી ભરપૂર સમુદ્ર સમાન. નલરાજાના ગળામાં તેણુએ વરમાળા આરોપણ કરી. જાણે સમુદ્રમાં સરિતા સમાઈ ગઈ. તે વારે તે “સુંદર કાર્ય કર્યું છે. તારે જય થાઓ. તારે ભર્તાર નલદેવ થાઓ. એ પ્રમાણે દેવતાઓ અને વિદ્યાધરેએ આકાશમાંથી ધ્વનિ કર્યો, તે વારે કૃષ્ણ રાજકુમાર “જાંગુલિક, ભયંકર સર્ષની જેમ ભયંકર તલવારને ખેંચતે. મોટી બુમો પાડતે, નળ. દેવની નિંદા કરવા લાગે.
નલરાજા ભીમરાજાની પુત્રી સાથે લગ્ન નજ કરી શકે. હું આવી અનુચિત વાત સહન કરી શકું તેમ નથી. કન્યાને કદાચ વિશ્વમ થાય તે બુદ્ધિમાન માણસોએ તેની. ઉપેક્ષા શા કરવી ? તમે બધા મને જાણતા નથી કે હું કૃષ્ણરાજ છું? નલરાજાએ હસીને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે તું નામ અને કર્મથી ખરેખર કૃષ્ણરાજ છે. હું તને